GUJARAT

Himatnagar: ખેરોજના વેપારી સાથે રાજકોટના બે શખ્સોએ 10.56 લાખની છેતરપીંડી આચરી

હિંમતનગર જિલ્લાના ખેડબ્રહ્માના ખેરોજ-લાંબડીયા રોડ ઉપર આવેલ બિયારણ તથા જંતુનાશક દવાના વેચાણ કરતા વેપારી પાસે મકાઇના બિયારણનો જથ્થો મંગાવી રૂ.10.56 લાખની રકમની ચૂકવણી કરવામાં આવી નથી. જેથી વેપારી સાથે ઠગાઇ કરનાર બે શખ્સો વિરૂધ્ધ ખેરોજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી અનુસાર, શંકરપુરા કંપાના રમેશભાઇ રઘુભાઇ પટેલ ખેરોજ-લાંબડીયા રોડ ઉપર વિકસત સંસ્થાના કંમ્પાઉન્ડમાં સાબર આર્ટ ફાર્મર એન્ટરપ્રાઇઝ પ્રોડયુસર નામે કંપની ચલાવી ડિરેકટર તરીકે ફરજ બજાવે છે. આ કંપની ખેડૂતો પાસેથી ખેતપેદાશોનું ખરીદ-વેચાણ તથા ખેતી માટે ઉપયોગી જંતુનાશક દવાઓ અને બિયારણનું વેચાણ કરે છે. ખેતપેદાશો અને અનાજનું વેચાણ કરવા માટે એનસીડીએકસ (એનઇએમએલ)ને વચ્ચે રાખી અનેકવાર અનાજની ખરીદી અને વેચાણના વ્યવહારો કરવામાં આવે છે. અનાજની ખરીદી અને વેચાણ ઉપર કમીશન તથા દલાલીની ચૂકવણી કરવામાં આવતી હતી.

બનાવટી પેઢી બનાવી બિયારણની ખરીદી કરીને ઠગાઈ આચરી

ગત તા.20-06-2024ના રોજ કંપનીમાં કામ કરતા શ્રીકાંતભાઇ ગણેશભાઇ પટેલનાઓ સાથે ટેલીફોનીક વાતચીત થઇ હતી અને મકાઇનું અનાજ કુલ 42.3 ટન 1 ક્વીન્ટલના 24.85ના ભાવથી હેવીસ એકસ્પોર્ટ (રહે.303, ક્રાફટ-7, મારૂતિ સુઝુકી શો-રૂમની સામે, એસજી હાઇવે,અમદાવાદ)નાઓને ખરીદવાનો છે તેવી વાતચીત કરતા સોદો મંજૂર કરી લેખિતમાં ઓર્ડર મંગાવ્યો હતો. હેવીસ એકસ્પોર્ટ કંપનીમાંથી ઇમેલ દ્વારા ઓર્ડર મેઇલ કરવામાં આવ્યો હતો અને માલ મળે તરતજ બીજા દિવસે પેમેન્ટ ચૂકવણી કરવા જણાવ્યુ હતુ. પરંતુ ઓર્ડર મુજબનો પુરતો જથ્થો ન હોવાથી અમારી કંપનીને પીડી મકાઇ કયાંથી મળી શકે તેથી વચ્ચે રહેલ કંપનીનો સપોટ લીધો હતો અને સિયારામ ટ્રેડીંગ કંપની (પટ્ટી મંડળી, કાયમ ગંજ, જિ.ફારૂકાબાદ, ઉત્તરપ્રદેશ)નાઓની પાસેથી માલ મંગાવી હેવીસ એકસ્પોર્ટ (રાજકોટ)નાઓને માલ મોકલ્યો હતો. ડિલીવરી અંગે હેવીસ એકસ્પોર્ટના માલીક ચેતનભાઇ રમેશભાઇ રંગાણી સાથે વાતચીત થયા બાદ સિયારામ ટ્રેડીંગ કંપનીએ મોકલી આપેલ મકાઇ ભરેલ ટ્રક એપીએમસી રાજકોટ ખાતે ડિલીવરી કરવા સારૂ ગઇ હતી.

મારૂતિ એન્ટરપ્રાઇઝ નામની બનાવટી પેઢી બનાવી

હેવીસ એકસ્પોર્ટ કંપનીના માલીક ચેતનભાઇ રમેશભાઇ રંગાણી તથા રમેશભાઇ નાથાભાઇ રંગાણી (બન્ને રહે.રાજકોટ)નાઓએ ટ્રકનો મુદ્દામાલ મકાઇ ખાલી કરાવી રોહિત ફ્રુડ પ્રોડકટસ ખાતેથી લઇ જઇ વેચી મારી રોકડ રકમ મેળવી લીધી હતી. જોકે હેવીસ એકસ્પોર્ટ કંપનીની એપીએમસી રાજકોટ મુકામે દુકાન આવેલી ન હોવાનું તથા બીલમાં જણાવેલ જીએસટી નંબરની નોંધણીમાં જણાવેલ સરનામે તપાસ કરતા તેવું મકાન કે ઓફિસ મળી આવી ન હતી. તેમજ ચેતનભાઇએ આપેલ આધારકાર્ડના સરનામે તપાસ કરતા ત્યાં પણ તેઓ રહેતા ન હોવાનું માલુમ પડયુ હતુ. હેવીસ એકસ્પોર્ટ મારૂતિ એન્ટરપ્રાઇઝ નામની બનાવટી પેઢી બનાવી અનાજની ખરીદી કરી ડિલીવરી મેળવી વેચી મારીને ઠગાઇ કરી હોવાનું માલુમ પડતા ખેરોજ પોલીસ મથકમાં ચેતનભાઇ રમેશભાઇ રંગાણી તથા રમેશભાઇ નાથાભાઇ રંગાણી વિરૂધ્ધ ખેરોજ પોલીસ મથકમાં રમેશભાઇ રઘુભાઇ પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button