ધારપુર મેડિકલ કોલેજના એમબીબીએસમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતાં અને તે સહન ન કરી કરતાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં લઈ જતાં મોત નિપજયું હતું.
જે અંતર્ગત ફરિયાદ નોંધાવતા પોલીસે રેગિંગ કરનાર 15 વિદ્યાર્થીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામને પકડી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવતાં રેગિંગની ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ થવા પામ્યો હતો. જેને પગલે પકડયેલા સિનિયર વિદ્યાર્થીઓ સહિત રેગિંગની ઘટનામાં જેઓની સાથે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગની ઘટનાને અંજામ આપ્યો છે. તેવા વિદ્યાર્થીઓના પણ નિવેદનો લઈ રેગિંગની ઘટનામાં કયા કયા વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા હતી. તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. સાથે નવા છાત્રોને સૂચના આપવા માટે મોબાઈલમાં બનાવાયેલ FY Official Boys 2024 ગૃપની પણ તપાસ કરવા માટે તમામ પકડાયેલા વિદ્યાર્થીઓ સહિતના વિદ્યાર્થીઓના મોબાઈલની તપાસ હાથ ધરાઈ છે. સાથે જે વિદ્યાર્થીઓએ ચેટ ડીલીટ કર્યું હોય તેઓના મોબાઈલ કબજે કરી FSLમાં મોકલવાની કામગીરી પણ પોલીસે હાથ ધરી છે. જ્યારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા છાત્રોના નિવેદનો લઈ તપાસ હાથ ધરાઈ છે.
Source link