- ડોલર ઈન્ડેક્સની મજબૂતી પાછળ સ્થાનિક સોના-ચાંદીમાં પીછેહટ યથાવત્
- નબળી માંગ પાછળ ભારતીય ડીલર્સે સ્પોટ ભાવ ઉપર ડિસ્કાઉન્ટ વધારીને 8% કર્યું
- સોના-ચાંદીમાં નરમી આવી હતી તે બુધવારે પણ યથાવત રહી હતી
ચાલુ સપ્તાહ દરમિયાન ડોલરમાં સતત સુધારો થઈ રહ્યો છે અને તેના પગલે વૈશ્વિક બુલિયન માર્કેટમાં વેચવાલી રહેતા તેની અસર સ્થાનિક સોના અને ચાંદનીના ભાવમાં પણ જોવા મળી છે.
ચાલુ સપ્તાહે સોમવારથી સોના-ચાંદીમાં નરમી આવી હતી તે બુધવારે પણ યથાવત રહી હતી. બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું કે, સ્થાનિક સ્તરે જ્વેલરીમાં હજુ પણ ડિમાન્ડ નથી જેના કારણે ભાવમાં સુસ્તી જોવા મળી રહી છે.
અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 200 ઘટીને 73,900 અને 22 કેરેટ સોનું રૂ. 73,500 પ્રતિ 10 ગ્રામ થયું હતું. તેવી જ રીતે સ્થાનિક ચાંદી રૂ. 1,000 તૂટીને રૂ. 82,500 પ્રતિ કિલો થઈ હતી. આ સપ્તાહે ત્રણ દિવસમાં સોનામાં રૂ. 300 અને ચાંદીમાં રૂ. 1,500નો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2496 ડોલરથી ઘટીને 2488 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 28.29 ડોલરથી નરમ પડીને 28.07 ડોલર થઈ હતી.
વાયદા બજારો જોઈએ તો બુધવારે મોડી સાંજે કોમેક્સ સોનું 4.80 ડોલર ઘટીને 2518.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સ્ઝ્રઠ વાયદામાં નીચલા મથાળે થોડો બાઇંગ ઇન્ટરેસ્ટ દેખાઈ રહ્યો છે તેના લીધે બજારમાં ઘટાડો મર્યાદિત દેખાતો હતો. સ્ઝ્રઠ સોનામાં ઓકટોબર વાયદો રૂ. 68 ઘટીને રૂ. 71,381 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીનો ઓકટોબર વાયદો રૂ. 99 વધીને રૂ. 83,252 પ્રતિ કિલો રહ્યો હતો.
બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ટ્રેડર્સની નજર મોનિટરી આઉટલૂક ઉપર હોઈ, વિતેલા બે સપ્તાહ દરમિયાન ડોલર ઈન્ડેક્સ તેની સર્વોચ્ચ સપાટીની નજીક પહોંચી ગયો છે. બીજી તરફ્ ઘરેલુ માંગ નબળી હોવાથી ભારતીય ડીલર્સે સ્પોટ ભાવ ઉપર ડિસ્કાઉન્ટ વધારીને 8% કર્યું છે, જેવિતેલા 6 સપ્તાહની ટોચ છે. આ સાથે જ ચીનના ડીલર્સ પણ 1-10 ડોલર પ્રતિ ઔંસનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.
વૈશ્વિક મૂડી બજારોના નબળા સંકેતો વચ્ચે રૂપિયો 4 પૈસા નબળો પડીને રૂ. 83.99 ઉપર બંધ રહ્યો હતો. ટ્રેડર્સે ફેડ નીતિના વિચારણા માટેના મુખ્ય મેટ્રિક્સ માસિક બેરોજગારી અને નોન-ફર્મિંગ પેરોલ્સ ડેટા પર ધ્યાન કેન્દ્રિતકર્યું હોવાથી ડૉલર ઈન્ડેક્સ 101.60થી ઉપર પકડીને મજબૂત થયો હતો.
Source link