Wednesday, April 24, 2024
HomeIPLIPLની ઓપનિંગ સેરેમનીમાં ગુંજશે સોનુ નિગમ-AR રહેમાનનો અવાજ, આ કલાકારો કરશે પરફોર્મન્સ

IPLની ઓપનિંગ સેરેમનીમાં ગુંજશે સોનુ નિગમ-AR રહેમાનનો અવાજ, આ કલાકારો કરશે પરફોર્મન્સ


  • વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL શરૂ થવામાં હવે માત્ર 2 દિવસ બાકી
  • IPL 2024 ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરનાર સ્ટાર્સની યાદી જાહેર
  • બોલીવુડની જાણીતી હસ્તીઓ IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL શરૂ થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચથી થશે. પ્રથમ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. IPL 2024 ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરનાર સ્ટાર્સની યાદી જાહેર કરવામાં આવી છે.

ઓપનિંગ સેરેમનીમાં કોણ પરફોર્મ કરશે?

બોલીવુડની જાણીતી હસ્તીઓ IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે. અક્ષર કુમાર-ટાઈગર શ્રોફ ખાસ પરફોર્મન્સ કરશે. આ સિવાય 22મી માર્ચે એમએ ચિદ્રમ સ્ટેડિયમમાં સોનુ નિગમ અને AR રહેમાનના અવાજનો જાદુ છવાઈ જશે. તમને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત IPL 2023ની ઓપનિંગ સેરેમની ખૂબ જ યાદગાર રહી હતી. જ્યાં અરિજિત સિંહે સૌના દિલ જીતી લીધા હતા.

IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં ઘણા મોટા સ્ટાર્સ આવશે

ભારતીય સિંગર સોનુ નિગમ, AR રહેમાન સિવાય બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ આઈપીએલની આગામી સિઝનની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનુ નિગમ અને AR રહેમાન સાથે મળીને દેશભક્તિ પર એક ખાસ પેશકશ કરી શકે છે. આ સમગ્ર સમારોહની સમય મર્યાદા 30 મિનિટ રાખવામાં આવી છે.

IPL 2024ની ઓપનિંગ સેરેમની ક્યારે અને ક્યાં થશે?

IPL 2024ની ઓપનિંગ સેરેમની MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK vs RCB મેચની શરૂઆતના થોડા સમય પહેલા 22 માર્ચે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે.IPL 2024ની પ્રથમ મેચ 22 માર્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને-સામને આવશે. ચાહકો આ મેચ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે, એક તરફ એમએસ ધોની હશે અને બીજી તરફ વિરાટ કોહલી હશે. હવે જોવાનું એ રહે છે કે કઈ ટીમ મેચ જીતે છે અને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે.

IPL 2024ની મેચો કયા સમયે શરૂ થશે?

IPL 2024ની ઓપનિંગ મેચ 22 માર્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે, જે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. અન્ય મેચોની વાત કરીએ તો બપોરની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને સાંજની મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments