Saturday, April 13, 2024
HomeGUJARATઆદિવાસી વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસ અને આપની મુશ્કેલી વધારશે છોટુ વસાવા

આદિવાસી વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસ અને આપની મુશ્કેલી વધારશે છોટુ વસાવા


  • મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉપસ્થિત રહ્યા
  • આગામી દિવસોમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક થશે
  • ભારત આદિવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા

લોકસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષોમાં હેરાફેરી શરૂ થઈ છે. આ વચ્ચે આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ ” ભારત આદિવાસી સેના” નામનાં સંગઠનની સ્થાપના કરી છે. જે સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ વધુ એક સંગઠન દ્વારા લોકસભામાં આદિવાસી વિસ્તારમાં મત માંગશે. નોંધનીય છેકે, છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે.

જ્યાં એક તરફ ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ પર કોંગ્રેસ તેમજ આપ દ્વારા ગઠબંધન સાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. આપ દ્વારા ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. તો બીજી તરફ ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે. જ્યાં ત્રીજા મોરચે છોટુ વસાવાએ નવા સંગઠનની સ્થાપના કરતા તેઓ દ્વારા પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

હાલમાં બંને ઉમેદવારો દ્વારા જીત હાંસીલ કરવા માટે એડીચોટીનું જોડ લગાવવામાં આવી રહ્યું છે. આ તરફ છોટુ વસાવા દ્વારા સંગઠનનાં હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરવામાં આવશે. તેમજ લોકસભા માટે તૈયારીઓ પણ કરવામાં આવી શકે છે.

BTP ના અધ્યક્ષ મહેશ વસાવા તાજેતરમાં જ તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. મહેશ વસાવા દ્વારા ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા તેઓનાં પિતા મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. જેથી પિતા પુત્ર વચ્ચે ખટરાગ વધ્યો હતો. તેમજ આ બાબતે જે તે સમયે છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું કે, સમાજ છોડીને કેમ જાય છે, તે મહેશ વસાવાને પૂછો. કોઈ તો કારણ હશે ને તે જવાબ આપશે. મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ બંને પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. Source link

- Advertisment -

Most Popular

Recent Comments