Saturday, April 13, 2024
HomeGUJARATસુરતથી દુબઈ પ્રિ-એક્ટીવ સીમકાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપાયું

સુરતથી દુબઈ પ્રિ-એક્ટીવ સીમકાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપાયું


  • પ્રિ-એક્ટીવ સીમકાર્ડ ભારતથી દુબઇ મોકલવાનું કૌભાંડ
  • સુરત SOGએ સીમ કાર્ડ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા
  • દુબઇની ફ્લાઇટ પકડે તે પહેલા જ આરોપી ઝડપાયા
ગેરકાયદેસર રીતે સીમકાર્ડનો મોટો વેપાર સામે આવી રહ્યો છે. સુરતમાંથી દુબઈ ખાતે ચાઈનીઝ કંપનીને ગેરકાયદે ભારતીય પ્રિએક્ટીવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બે ઈસમોને 192 સિમકાર્ડ લઈ દુબઈની ફ્લાઈટ પકડે તે પહેલાં જ સુરત એરપોર્ટથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યાં છે. આ બન્ને ઈસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી.
આ અંગેની માહિતી અનુસાર, પોલીસને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટીવ સીમકાર્ડ મેળવી દુબાઈ ખાતે મોકલવાની પ્રવૃતિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટીવ સીમકાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફીરાકમાં હતા.
192 પ્રિ-એક્ટિવ કાર્ડ મળ્યા
આ કાર્ડનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તે સહિતની વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓ બંન્ને સુરત રેલવે સ્ટેશન ખાતે સીમકાર્ડની ડીલવરી કરવાની હોવાથી ભેગા થયાં હતાં. પોલીસે અજય કિશોર સોજીત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતાં. તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટીવ કાર્ડ મળી આવ્યા હતાં.
પોલીસની પૂછપરછમાં મોટા ખુલાસા
પોલીસ દ્વારા અજયની પૂછપરછમાં જાણવા મળ્યું કે દુબમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઈનીઝ કંપનીમાં ભારતીય સીમકાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમીંગના નામે છેતરપિંડી થતી હોય છે. જેથી ઓર્ડ મળતાં તેઓએ સીમકાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ, રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રિએક્ટીવ સીમકાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો. જેમાં આ સીમકાર્ડ સહદ ફારૂક બાગુના ફ્લાઈટમાં દુબઈ લઈ જવાનો હતો.જો કે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડ્યો હતો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments