Wednesday, April 24, 2024
HomeGUJARATડાયમંડ બુર્સની વધુ એક મુશ્કેલી ચેરમેન પદેથી વલ્લભ પટેલે રાજીનામું આપ્યું

ડાયમંડ બુર્સની વધુ એક મુશ્કેલી ચેરમેન પદેથી વલ્લભ પટેલે રાજીનામું આપ્યું


  • ડાયમંડ બુર્સના ચેરમેનના રાજીનામાંથી વિવિધ ચર્ચાઓ તેજ
  • 3700 કરોડના ખર્ચે તૈયાર થયું છે ડાયમંડ બુર્સ
  • ગોવિંદ ધોળકિયા અને લાલજી પટેલ ચાર્જ સંભાળી શકે છે

દુનિયાભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરત ડાયમંડ બુર્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે સંસ્થાના ચેરમેન એવા કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ એસ. પટેલે (લાખાણી) બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું હોવાની વિગતો સામે આવી છે. આ સાથે જ ફરી ડાયમંડ બુર્સના ભાવી અંગે ચર્ચાઓ તેજ થઇ છે.

સુરતના હીરા ઉદ્યોગમાં સૌથી મહત્વનું સ્થાન એવા સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી વલ્લભભાઇ પટેલે રાજીનામું આપતાં સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સોંપો પડી ગયો છે. જે સાથે જ ડાયમંડ બુર્સને આગળ વધારવાની કામગીરી ફરી એકવાર મુશ્કેલીમાં આવી શકે છે.

કારણ હજી પણ અકબંધ

આ તરફ સુરત હીરા બુર્સનું સુકાન હવે રાજ્યસભાના નવનિર્વાચીત સભ્ય અને એસ.આર.કે.ના ગોવિંદભાઇ ધોળકીયા અને લાલજીભાઇ પટેલ સંભાળશે તેવી પણ વિગતો સામે આવી રહી છે. રૂ. 3700 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુરત ડાયમંડ બુર્સની સાથે જોડાયેલા કમિટીના સભ્યો દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

જ્યાં બીજી તરફ સુરત હીરા બુર્સના સ્વપ્નદ્રષ્ટા મનાતા વલ્લભભાઇ એસ. લાખાણીએ રાજીનામું ધરી દીધું હોવાની બાબતે ડાયમંડ બુર્સના ભવિષ્યની રણનીતિ અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તેમજ મોટાપાયે સુરતના હીરા ઉદ્યોગનો વિકાસ કરવા માટે શરૂ થયેલા ડાયમંડ બુર્સની આગળની સ્થિતિ મુશ્કેલીમાં આવી ગઈ છે. Source link

- Advertisment -

Most Popular

Recent Comments