Wednesday, April 24, 2024
HomeGUJARATકાલોલમાં ઘરેલુ વપરાશના ગેસ બોટલમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં યુવકનું મૃત્યુ

કાલોલમાં ઘરેલુ વપરાશના ગેસ બોટલમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં યુવકનું મૃત્યુ


  • કાલોલમાં ગેસ બ્લાસ્ટ થવાની ઘટનામાં યુવકનું મૃત્યુ
  • ગેસની બોટલ બ્લાસ્ટ થતાં 8 લોકો દાઝ્યા હતા
  • 8 પૈકી લાલભાઈ પરમાર નામના વ્યક્તિનું મૃત્યુ

કાલોલમાં ગેસ બ્લાસ્ટ થવાની ઘટનામાં યુવકનું મૃત્યુ થયુ છે. જેમાં ગેસની બોટલ બ્લાસ્ટ થતાં 8 લોકો દાઝ્યા હતા. તેમાં 8 લોકોની વડોદરામાં સારવાર ચાલી રહી છે. 8 પૈકી લાલભાઈ પરમાર નામના વ્યક્તિનું મૃત્યુ થયુ છે. કાલોલના રામનાથ વિસ્તારમાં ઘટના બની હતી.

ગંભીર રીતે દાઝી ગયેલા લાલભાઈ દમજીભાઈ પરમારનું મોત

કાલોલના રામનાથમાં ઘરેલુ વપરાશનો ગેસ બોટલ બ્લાસ્ટ થવાની ગોઝારી ઘટનાનો મામલો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરા ખાતે સારવાર હેઠળ અને ગંભીર રીતે દાઝી ગયેલા લાલભાઈ દમજીભાઈ પરમારનું મોત નીપજ્યું છે. ગોઝારી ઘટનામાં ગંભીર રીતે દાજી ગયેલા કુલ 8 વ્યક્તિઓની વડોદરા ખાતે સારવાર ચાલી રહી હતી. વડોદરા ખાતે દાખલ 8 પૈકી 1 નું મોત થયું જ્યારે 2ની હાલત ગંભીર જણાઇ રહી છે.

ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા

45 વર્ષીય લાલભાઈનું મોત થતા રામનાથ ગામ અને પરિવારમાં શોકનો માહોલ છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના બની હતી. રામનાથ ગામમાં 2 ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા. જેમાં બાળકો સહિત 8થી લોકો દાઝ્યા હોવાની માહિતી મળી હતી. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments