Saturday, April 13, 2024
HomeGUJARATસાયલાના સુદામડા ગામના ભૂમાફિયા પિતા-પુત્ર SMCના હાથે અમદાવાદમાંથી ઝડપાયા

સાયલાના સુદામડા ગામના ભૂમાફિયા પિતા-પુત્ર SMCના હાથે અમદાવાદમાંથી ઝડપાયા


  • સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના રિવરફ્રન્ટ પરથી બંનેને દબોચી લીધા
  • 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા,કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો
  • પિતા-પુત્ર સામે ખનીજ ચોરી, એકસપ્લોઝીવ એકટ, આર્મ્સ એકટ મુજબના ગુના નોંધાયા

સાયલા તાલુકાના સુદામડા ગામે મોટાપાયે ખનીજ ચોરી ગત ઓકટોબર-2023માં ઝડપાઈ હતી. જેમાં 27 શખ્સો સામે ફરિયાદ નોંધી રૂપિયા 267 કરોડનો મસમોટો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત કુખ્યાત ભૂમાફિયા પિતા-પુત્ર સામે આર્મ્સ એકટ અને એકસપ્લોઝીવ એકટ અંતર્ગત પણ ફરિયાદ થઈ હતી. આ ગુનામાં છેલ્લા 6 માસથી ફરાર પિતા-પુત્રને એસએમસીની ટીમે અમદાવાદથી ઝડપી લીધા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં મોટાપાયે ખનીજ ચોરીની રાવ ઉઠતા ગત વર્ષ 2023ના ઓકટોબર માસમાં ખાણ ખનીજ વિભાગે પોલીસને સાથે રાખી રેડ કરી હતી. જેમાં રૂપિયા 267 કરોડની ખનીજ ચોરીની પોલીસ ફરિયાદ 27 આરોપીઓ સામે નોંધાઈ હતી. આ ઉપરાંત એકસપ્લોઝીવ એકટ અને આર્મ્સ એકટ મુજબ પણ ફરિયાદ થઈ હતી. આ ફરિયાદોના આરોપી કુખ્યાત ભુમાફીયા પિતા-પુત્ર સોતાજ હરિસીંહ યાદવ અને તેનો પુત્ર કુલદીપ સોતાજભાઈ યાદવ છેલ્લા 6 માસથી પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા. આ કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ કરી રહી છે અને તેમાં સીટની પણ રચના કરાઈ છે. ત્યારે એસએમસીના નાયબ પોલીસ અધીક્ષક કે.ટી.કામરિયા સહિતની પોલીસની ટીમને પિતા-પુત્ર અમદાવાદના રીવરફ્રન્ટ પર હોવાની બાતમી મળી હતી. તા.19મીને મંગળવારે રાત્રે વોચ રાખી એસએમસીની ટીમે બન્ને પિતા-પુત્રને ઝડપી લીધા છે. આ આરોપીઓ પાસેથી રૂપિયા 10હજારની કિંમત ર મોબાઈલ અને રૂપિયા 820 રોકડા પણ કબજે કરાયા છે. બન્ને આરોપીઓને બુધવારે સાંજે સાયલા કોર્ટમાં એસએમસીની ટીમે 7 દિવસના રીમાન્ડની માંગણી સાથે રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરતા બન્નેને લીંબડી સબ જેલમાં મોકલાયા છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments