Wednesday, April 24, 2024
HomeGUJARATઝાલાવાડમાં લોકસભા ચૂંટણીના 73વર્ષમાં મુખ્ય પક્ષે માત્ર 1-મહિલાને બે વાર ટિકિટ આપી

ઝાલાવાડમાં લોકસભા ચૂંટણીના 73વર્ષમાં મુખ્ય પક્ષે માત્ર 1-મહિલાને બે વાર ટિકિટ આપી


  • ગુજરાતની 26 લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીઓના પડઘમ વાગી ચૂકયા
  • સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે તા.7મી મેએ ઝાલાવાડવાસીઓ મતદાન
  • આઝાદ ભારત દેશમાં 1951માં સૌ પ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી

ગુજરાતની 26 લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીઓના પડઘમ વાગી ચૂકયા છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે તા. 7મી મેએ ઝાલાવાડવાસીઓ મતદાન કરનાર છે. આઝાદ ભારત દેશમાં 1951માં સૌ પ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મતદારોએ ઝાલાવાડ બેઠક માટે મતદાન કર્યુ હતુ. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે વર્ષ 1962માં સૌપ્રથમવાર ચૂંટણી થઈ હતી. મહીલાઓ પુરૂષ સમોવડીના ગાણા ગાતા મુખ્ય રાજકીય પક્ષોએ પણ લોકસભા ટિકિટ આપવાની વાત આવે ત્યારે મહિલાઓને છેદ ઉડાડયો છે. જિલ્લાના 73 વર્ષના લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં માત્ર 2 જ વખત 1 જ મહિલા પર રાજકીય પક્ષ અને તે પણ ભાજપે વિશ્વાસ મુકયો છે. જેમાં 1 વાર મહિલા ઉમેદવાર જીત્યા છે. જયારે બીજીવાર મહિલા ઉમેદવારને હારનો સામનો કરવો પડયો છે.

ભારતમાં પણ જયારે મહિલાઓની વાત આવે ત્યારે રાજકીય પક્ષો સભામાં મહિલાઓને સમાન અધિકાર, હોદ્દો, માન-મર્યાદા આપવાની વાતો કરે છે. પરંતુ જયારે ચૂંટણીની વાતો આવે ત્યારે આ માત્ર વાતો જ રહે છે. સરકારે સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં તો 50 ટકા મહિલા અનામત કરી નાંખ્યુ છે. પરંતુ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં હજુ 33 ટકા મહિલા અનામતની વાતો હવામાં ઉડે છે. હાલ જયારે લોકસભા ચૂંટણી જાહેર થઈ છે અને રાજયની 26માંથી 4 બેઠકો પર તા.20મી માર્ચની નમતી બપોર સુધી કોકડુ ગુંચવાયેલું રહ્યું છે અને ટિકિટ ફાળવણીની પ્રક્રીયા ચાલી રહી છે. ત્યારે મહિલાઓનું નામ ટિકિટ મેળવનાર સંભવિત ઉમેદવારોની લાઈનમાં તો જોવા મળે છે. પરંતુ જયારે ટિકિટ ફાળવણીનો સમય આવે ત્યારે મહિલા કાર્યકરનો છેદ ઉડાડી દેવામાં આવે છે. વર્તમાનમાં ભાજપ પક્ષ આ વખતે મહીલાઓને વધુમાં વધુ ટિકિટ અપાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. ત્યારે જો વાત ઝાલાવાડની કરીએ તો 73 વર્ષના ઝાલાવાડના લોકસભા ચૂંટણી ઈતિહાસમાં માત્ર ર જ વખત મહિલાને મુખ્ય રાજકીય પક્ષ ભાજપે ટિકિટ આપી છે. અને તે પણ એક જ મહિલા ભાવનાબેન દવેને બે વાર ટિકિટ મળી છે. આઝાદ ભારત દેશમાં સૌપ્રથમવાર 1951માં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. જયારે 1962માં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચૂંટણીની શરૂઆત થઈ હતી. ત્યારે છેક 1998માં ભાજપે સૌપ્રથમવાર મહિલા ઉમેદવાર ભાવનાબેન દવેને ટિકિટ આપી હતી. અને તેઓએ કોંગ્રેસના હરીફ ઉમેદવાર સનતભાઈ મહેતાને 9,658 મતે હાર આપી હતી. અને ભાજપે ફાળવેલી ટિકિટનો વિશ્વાસ સાબિત કરી બતાવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1999માં ફરી લોકસભા ચૂંટણી આવતા ભાજપે ભાવનાબેન દવેને રીપીટ કર્યા હતા. જેમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર સવશીભાઈ મકવાણા સામે 25,905 મતે હાર્યા હતા. આમ 73 વર્ષના લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં માત્ર ર જ વાર ટિકિટ મહિલાને મળી છે. જેમાં મહિલા ઉમેદવાર ભાવનાબેન દવેને 2 વાર ટિકિટ મળી છે. ત્યારે આ વખતે હાલ સુરેન્દ્રનગર બેઠક માટે ટીકીટ ફાળવણીની પ્રક્રિયા પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે જિલ્લામાં કોઈ રાજકીય પક્ષ મહિલા ઉમેદવારને મેદાને ઉતારે છે કેમ તે જોવાનું રહ્યુ.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments