Wednesday, April 24, 2024
HomeGUJARATરાજકોટમાં બીજા દિવસે અકસ્માત, દારૂના નશામાં કાર ચાલકે બાઇક ચાલકને ચગદી નાખ્યો

રાજકોટમાં બીજા દિવસે અકસ્માત, દારૂના નશામાં કાર ચાલકે બાઇક ચાલકને ચગદી નાખ્યો


  • દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો
  • કારે બાઇકને અંદાજીત 200 મીટર ઢસડી નાખ્યો
  • અકસ્માતમાં કિરીટભાઈ રસિકભાઈ પોંદા નામના વેપારીનું મોત

રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. જેમાં રામાપીર ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત થયો છે. દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે. કારે બાઇકને અંદાજીત 200 મીટર ઢસડી હતી. તેમાં અનંત ગજ્જર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અકસ્માતમાં કિરીટભાઈ રસિકભાઈ પોંદા નામના વેપારીનું મોત

અકસ્માતમાં કિરીટભાઈ રસિકભાઈ પોંદા નામના વેપારીનું મોત થયુ છે. પોલીસે મનુષ્ય સાઅપરાધ વધનો ગુનો દાખલ કર્યો છે. અક્સ્માત સર્જનાર બંને શખ્સ પોલીસ સકંજામાં આવ્યા છે. રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. કિરીટભાઈ લોધાવાડ ચોકમાં સેન્ડવીચની લારી ચલાવે છે. જેમાં અકસ્માતમાં કારમાં સવાર બન્ને શખ્સો દારૂના નશામાં ધૂત હતા. પોલીસે અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધ વધનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે.

બાઈક પર સવાર ટ્રાફિક બ્રિગેડના જવાને અકસ્માત સર્જ્યો

ગઇકાલે પણ રાજકોટમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. રાજકોટમાં ટ્રાફિક બ્રિગેડ જવાનનો એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટના ગોંડલ રોડ ફાટક પાસેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બાઈક પર સવાર ટ્રાફિક બ્રિગેડના જવાને અકસ્માત સર્જ્યો હતો. ટ્રાફિક બ્રિગેડના જવાને દારૂના નશામાં અકસ્માત સર્જયો હતો. જયદીપ પરમાર નામ ટ્રાફિક જવાને અકસ્માત સર્જયો હતો. જેમાં તેમને માથાના ભાગમાં ઈજા થઈ હતી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments