Saturday, April 13, 2024
HomeGUJARATસુરેન્દ્રનગરમાં ધો. 10ની પરીક્ષામાં છાત્રાને ચક્કર આવતા બેન્ચ પર જ ગબડી પડી

સુરેન્દ્રનગરમાં ધો. 10ની પરીક્ષામાં છાત્રાને ચક્કર આવતા બેન્ચ પર જ ગબડી પડી


  • સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી
  • ધો.10ના ગુજરાતી વિષયના પેપરમાં આઈપીએસ સ્કૂલની ઘટના
  • સ્થળ સંચાલકે તુરત જ વરિયાળીનું સરબત આપ્યું, ડૉકટરે સારવાર આપી

સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં બુધવારે ધો.10ના વિદ્યાર્થીઓને દ્વીતીય ભાષા અંગ્રેજીનું પેપર હતું. ત્યારે શહેરની આઈપીએસ સ્કુલ ખાતે પેપર લખતા લખતા એક વિદ્યાર્થિનીને ચક્કર આવતા બેચ પર ગબડી પડી હતી. સ્ટાફ દ્વારા તાત્કાલિક વિદ્યાર્થિનીને આચાર્યની ચેમ્બરમાં લઈ જવાઈ હતી અને ડોકટરને બોલાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ 20 મિનિટના આરામ પછી તે ફરીથી પેપર લખવા લાગી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ અંતીમ તબક્કામાં પહોંચી છે. જેમાં બુધવારે ધો. 10ના વિદ્યાર્થીઓને દ્વીતીય ભાષા અંગ્રેજીનું પેપર હતુ. જેમાં નોંધાયેલા 14,473માંથી 288 ગેરહાજર રહ્યા હતા અને 14,185 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો. 10ની પરિક્ષા દરમીયાન શહેરના આઈપીએસ સ્કુલના કેન્દ્ર ખાતે પેપર લખતા લખતા એક વિદ્યાર્થિનીને ચક્કર આવતા તે બેન્ચ પર જ ગબડી પડી હતી. આથી સ્ટાફ દ્વારા તેને સ્થળ સંચાલક ભરતભાઈ પટેલની ચેમ્બરમાં લઈ જવાઈ હતી. જયાં સૌ પ્રથમ વરિયાળીનું સરબત અપાયુ હતુ અને બાદમાં ડોકટરને બોલાવી પ્રાથમીક સારવાર અપાઈ હતી. જેમાં 20 મીનીટના આરામ પછી તે સ્વસ્થ થતા ફરીથી પરિક્ષા આપવા લાગી હતી. બોર્ડની પરિક્ષામાં જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝાએ દરેક પરિક્ષા કેન્દ્રમાં ડોકટરની સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. બીજી તરફ બપોરના સમયે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી વિષયના પેપરમાં 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. અને 1217 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જયારે ધો. 12 સામાન્ય પ્રવાહના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષયના પેપરમાં 98 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાયા હતા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments