Wednesday, April 24, 2024
HomeGUJARATઅહીં કેટલાક લોકો કૂદકા મારે છે તેને શાંત પાડવાના છે : સી.આર.પાટીલ

અહીં કેટલાક લોકો કૂદકા મારે છે તેને શાંત પાડવાના છે : સી.આર.પાટીલ


  • બીજેપીના પ્રદેશ અધ્યક્ષે શ્રી કમલમ કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યુ
  • રાજપીપળા ખાતે શ્રી કમલમ કાર્યાલયનુ ઉદ્દઘાટન કર્યા બાદ સંબોધન પણ કર્યુ હતુ
  • ભરૂચ લોકસભા બેઠક માટે છ લાખ મતથી જીતવાનો ટાર્ગેટ રાખવાનો છે

અહીં કેટલાક લોકો કુદકા મારે છે તેને શાંત પાડવાના છે. ભરૂચ લોકસભા માટે પાંચ લાખ નહી છ લાખ મતથી જીતવાનો ટાર્ગેટ રાખવાનો છે. મોદી સાહેબ ક્યારેય ખોટા વચનો આપતા નથી, રાજકારણીઓ ખોટા વચનો આપી ભરમાવે છે. તેમ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નર્મદા જિલ્લાના નવ નિર્મિત શ્રી કમલમ કાર્યાલયનુ રાજપીપળા ખાતે ઉદ્દઘાટન કરતી વેળા કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતુ.

તેઓએ ઉમેર્યુ કે,નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી અને ભાજપના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રીએ દેશના તમામ જિલ્લામા કાર્યાલય બનાવવા સંકલ્પ કર્યો હતો તે સંકલ્પને સાકાર આપણે કરી રહ્યા છે જેમા ગુજરાતમા દરેક જિલ્લામા કાર્યાલય બની રહ્યા છે અને ટુંક સમયમા જિલ્લાના કાર્યાલયનુ નિર્માણ પુર્ણ થઇ જશે. વડાપ્રધાન વિકાસના કાર્યો થકી એક ઇતિહાસ રચી રહ્યા છે. આખા વિશ્વમા સૌથી મોટી પ્રતિમા સરદાર સાહેબની બનાવી છે અને મોટી સંખ્યામા પર્યટકો સ્ટેચ્યુ ઓફ્ યુનિટી આવે છે. દેશને આઝાદ કરીને દેશને એક કરવામા જેમનો મોટો ફાળો છે તેવા સરદાર સાહેબનુ મહત્વ અને યોગદાન સૌ જાણે તે માટે સૌથી મોટી પ્રતિમા બનાવી છે. મહાત્મા ગાંધીજીએ દાંડીયાત્રા કરી નવસારીમા મહાત્મા ગાંધીજીની મોટી પ્રતિમા બનાવી છે. સત્યાગ્રહમા જોડાયેલા તમામ લોકોની પ્રતિમા ફ્કત નવસારી દાંડીમા બની છે. અમદાવાદમા સાબરમતી આશ્રામ 55 એકરમા નિર્માણ થવાનુ છે.

વધુમા સી આર પાટીલે કાર્યકરો ને કહ્યું હતું કે આપણે લોકસભાની દરેક બેઠક પાંચ લાખથી વધુ લીડથી જીતવાની છે અને છોટાઉદેપુર પાસે વિશેષ અપેક્ષા પણ છે. અહીં કેટલાક લોકો કુદકા મારે છે તેને શાંત પાડવાના છે. ભરૂચ લોકસભા માટે પાંચ લાખ નહી છ લાખનો ટાર્ગેટ રાખવાનો છે. નરેન્દ્રભાઈ ક્યારેય ખોટા વચનો આપતા નથી, રાજકારણીઓ ખોટા વચનો આપી ભરમાવે છે. નરેન્દ્રભાઈ જે કહે છે તેના કરતા વઘારે કરે છે. આવો દેશના વિકાસમા સૌ સાથે મળી નરેન્દ્રભાઈનો વિશ્વાસ દ્રઢ કરીએ. આ કાર્યક્રમમા સાંસદ મનસુખ વસાવા, ગીતા રાઠવા, છોટાઉદેપુરના ઉમેદવાર, જશુ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ, જિલ્લાના પ્રમુખ ઘનશ્યામ પટેલ, સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વીઆઈપી જેવી ખુરશીથી સી.આર.પાટીલ અકળાયા

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સી આર પાટીલ આજે જ્યારે નવા બીજેપીના કાર્યાલયના ઉદઘાટન માટે આવ્યા હતા ત્યારે તેઓ માટે અલગ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી તેઓ અકળાયા હતા અને તાત્કાલિક આ ખુરશી હટાવવાનો તેમને આદેશ કર્યો હતો વીઆઈપી જેવી ખુરશી હટાવવામાં આવી હતી અને ત્યારબાદ સી આર પાટીલ અન્ય જે નેતાઓ અને સ્ટેજ પર જે ઉપસ્થિત મહાનુભાવો સ્ટેજ પર બેઠા હતા ત્યાં તેઓ બેઠા હતા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments