Wednesday, April 24, 2024
HomeGUJARATમોઝદા રોડ પર ડિગ્રી વગરના બે બોગસ તબીબ ઝડપાયા

મોઝદા રોડ પર ડિગ્રી વગરના બે બોગસ તબીબ ઝડપાયા


  • એસઓજી પોલીસે કાર્યવાહી કરી
  • રૂા. 2.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
  • ઈન્જેકશનો તથા ગોળીઓ વિગેરે બિન અધિકૃત દવાનો જથ્થો ઝડપાયો

નર્મદા જિલ્લામાં મોઝદા રોડ પરડિગ્રી વિના એલોપેથીના સાધનો રાખી ગરીબ અને મજબુર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબોને SOG પોલીસે પકડી કાર્યવાહી કરી છે

એસ.ઓ.જી.સ્ટાફ્ના માણસોએ આરોગ્ય વિભાગ ની ટીમ સાથે બાતમી ના આધારે ડેડીયાપાડા ગામે મોઝદા તરફ્ જવાના રસ્તા પરથી ડો.સ્વરૂપ પદમલોચન વિશ્વાસ રહે.ડેડીયાપાડા, મોઝદા રોડ તા.ડેડીયાપાડા જી.નર્મદાના ઓએ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર શિવ ક્લીનિક નામનું દવાખાનું ચલાવી તેમા પ્રેકટીસ કરતા હોય તથા આરોપી ડો.પંકજકુમાર છોટનપ્રસાદસિંહ હાલ રહે,આશાપુરા સોસાયટી,પ્લોટ નંબર-25 બમરોલી બીજ પાસે,સુરત મુળ રહે.ટેઉસ તા.બરબીઘા જી.શેખપુરા બિહારનાઓ કે, જેઓ બી.એચ.એમ.એસ. ડિગ્રી ધરાવતા હોય પરંતુ નિયમ વિરૂધ્ધ એલોપેથીની પ્રેકટીશ કરી એલોપેથી ટેબલેટો તથા બોટલો, સીરીજ (નીડલો) ઈન્જેકશનો તથા ગોળીઓ વિગેરે બિન અધિકૃત દવાના જથ્થા કુલ કિ. રૂા. 2,19,430ના મુદ્દામાલ મળતા આ બન્ને બોગસ ડોકટર વિરૂધ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments