Wednesday, April 24, 2024
HomeGUJARATસુરતમાં મંદીથી તંગ આવી બે સગા ભાઈઓએ આપઘાત કર્યો

સુરતમાં મંદીથી તંગ આવી બે સગા ભાઈઓએ આપઘાત કર્યો


  • બંને ભાઈ રત્નકલાકાર તરીકે કરતા હતા કામ
  • અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો
  • લોનના હપ્તા નહી ભરી શકતા કર્યો આપઘાત

સુરતમાં મંદીથી તંગ આવી બે સગા ભાઈઓએ આપઘાત કર્યો છે. બંને ભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. જેમાં અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો છે. લોનના હપ્તા નહી ભરી શકતા આપઘાત કર્યો છે. તેથી અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બન્ને સગાભાઇઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા

બન્ને સગાભાઇઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જેમાં સારવાર દરમીયાન બન્નેનું મોત નીપજ્યું છે. શહેરના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા લાંબા સમયથી મંદીનું મોજું ફરી વળ્યું છે. આવામાં આર્થિક સંકડામણને લઈ ઘણા લોકો આપઘાત કરી રહ્યાં છે. જેમાં અગાઉ એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જાવા પામી હતી. સાથે જ માતા-પુત્રીના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. તો થોડા કલાકો બાદ પુત્રનું પણ મોત નિપજ્યું હતુ.

થોડા સમય બાદ પુત્રનું પણ મોત નિપજ્યું

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનો વતની અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરી ગુજરાત ચલાવતો પરિવાર સરથાણા વિસ્તારમાં યોગીચોક નજીક રહે છે. આ પરિવારે ઘર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પિતા, પુત્ર, માતા અને પુત્રી આમ ચાર લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પરિવારમાંથી શારદાબેન અને તેમની દીકરીનું મોત થયું હતું. તો થોડા સમય બાદ પુત્રનું પણ મોત નિપજ્યું છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments