Wednesday, April 24, 2024
HomeGUJARATદક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી કરાઈ હત્યા

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી કરાઈ હત્યા


  • સાહિલ અબ્દુલ અઝીઝ મુનશીની ગોળી મારી કરાઈ હત્યા
  • લૂંટના ઈરાદે નીગ્રોએ ગોળી મારી હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી
  • નોકરીએથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન બની ઘટના

વિદેશમાં ગુજરાતીઓની હત્યાની ઘટનાઓ બનતી હોય છે. જે એક ચિંતાનો વિષય છે. ત્યારે વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે,આ યુવક મૂળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામનો છે જેનુ નામ સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી છે.દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લોકોએ આ યુવકને લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરી છે.દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે આ યુવક સ્થાયી થયો હતો પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે.

કઈ રીતે બની ઘટના

સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના ઘરે ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલને ગોળી વાગતા તેમનું મોત થયું છે. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોકની લાગણી પ્રવર્તી છે.

ભારતીય સાથે લૂંટ કરે છે

ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે પરંતુ ત્યાં નીગ્રો જાતિના લોકો લૂંટના ઇરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે.હાલ રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે,ત્યારે સાહિલભાઈ મુનશીએ રોજો પણ રાખ્યો હતો.પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments