Saturday, April 13, 2024
HomeGUJARATપોરબંદરમાં 3 યુવાનોએ પોલીસ સ્ટેશનમાં આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

પોરબંદરમાં 3 યુવાનોએ પોલીસ સ્ટેશનમાં આત્મવિલોપનનો કર્યો પ્રયાસ


  • કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં 3 યુવાનોએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
  • કમલાબાગના PIએ ફરિયાદ ન લીધી હોવાનો કર્યો આક્ષેપ
  • ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

પોરબંદરના કિર્તિ પોલીસ સ્ટેશનના આંગણે ત્રણ યુવાનોએ ફિનાઇલ પી અને આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ સ્ટેશનમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનના PI ( પોલીસ ઈન્સપેકટર) પોલીસ ફરિયાદ નહીં લેતા હોવાના આક્ષેપો આ ત્રણ યુવાનો દ્વારા કરવામા આવ્યા છે. અત્મવિલોપનનો પ્રયાસ કરનાર ત્રણેય યુવાનોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે.હવે પોલીસે દોડીને ત્રણેય યુવાનોના નિવેદન નોધવાની કામગીરી શરૂ કરી છે.

પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા યુવકોને

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અનુસુચિત જાતિના આ ત્રણેય યુવકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા તો સાથે સાથે આ ત્રણેય યુવાનો વકીલ સાથે આવ્યાં હતા,યુવાનોએ સોશિયલ મિડીયમાં એક પોસ્ટ મૂકી હતી અને તેમાં ઉલ્લેખ કર્યો હતો કે આજે પોલીસ સ્ટેશનમાં જઈ આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવશે,જેથી પોલીસે ત્રણેય યુવાનોની અટકાયત કરી હતી.

PI પર લગાવ્યા ગંભીર આક્ષેપ

યુવાનોનો આક્ષેપ છે કે પોલીસ ઈન્સપેકટર દ્વારા અનુસુચિત જાતિના લોકોની ફરિયાદ લેવામાં આવતી નથી અને અલગ ભાવના રાખવામાં આવે છે.તેથી PIનો વિરોધ કરી આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી ફિનાઈલ પીધુ.ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,તો સમગ્ર પોરબંદર જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો.

 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments