Wednesday, April 24, 2024
HomeIPLIPL: ડેબ્યૂડન્ટ મયંક યાદવે ચટકાવી 3 વિકેટ, લખનૌની 21 રને શાનદાર જીત

IPL: ડેબ્યૂડન્ટ મયંક યાદવે ચટકાવી 3 વિકેટ, લખનૌની 21 રને શાનદાર જીત


  • લખનૌ સુપર જાયન્ટ્સ પંજાબ કિંગ્સ સામે મેચ
  • લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • IPLમાં અત્યાર સુધી બંને ટીમો 3 વખત ટકરાઈ

IPL 2024 ની મેચ આજે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા. જેના જવાબમાં પંજાબ 5 વિકેટ ગુમાવી 178 રન બનાવી શક્યું હતુ. આ સાથે લખનૌની 21 રને જીત થઇ હતી.

IPL 2024 ની 11મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 21 રને હરાવ્યું. લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ક્વિન્ટન ડી કોકની અડધી સદીની ઇનિંગની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સે જોરદાર શરૂઆત કરી હતી પરંતુ ટીમ જીતવામાં નિષ્ફળ રહી હતી. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 177 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી શિખર ધવને 70 રનની જોરદાર ઇનિંગ રમી હતી. જ્યારે લખનૌ તરફથી મયંક યાદવે 3 વિકેટ ઝડપી હતી.

મયંકે પંજાબની મુઠ્ઠીમાંથી મેચ છીનવી 

લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા આપવામાં આવેલા 199 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સે મજબૂત શરૂઆત કરી હતી. શિખર ધવન અને જોની બેરસ્ટો વચ્ચે પ્રથમ વિકેટ માટે 102 રનની ભાગીદારી થઈ હતી. લખનૌને પ્રથમ સફળતા આ મેચમાં ડેબ્યૂ કરનાર મયંક યાદવે અપાવી હતી. તેણે 12મી ઓવરના ચોથા બોલ પર બેયરસ્ટોને સ્ટોઈનિસના હાથે કેચ આઉટ કરાવ્યો. તે 29 બોલમાં 42 રન બનાવી શક્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા આવ્યા હતા. આ પછી પ્રભસિમરન સિંહ 19 રન બનાવીને આઉટ થયો હતો. મયંક યાદવે પણ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. એટલું જ નહીં જીતેશ શર્માને પણ આ ઘાતક બોલરે આઉટ કર્યો હતો. આ મેચમાં તેણે 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરીને મેચ પંજાબની પકડમાંથી છીનવી લીધી હતી.

મોહસીનને બે વિકેટ મળી 

આ સાથે જ મોહસીન ખાને પણ ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પહેલા કેપ્ટન ધવનને પોતાનો શિકાર બનાવ્યો. આ પછી બીજા જ બોલ પર સેમ કરન આઉટ થયો હતો. ધવને 50 બોલમાં 70 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને ત્રણ છગ્ગા આવ્યા હતા. જ્યારે કરણ એક પણ રન બનાવી શક્યો નહોતો. આ મેચમાં લિયમ લિવિંગસ્ટન 28 રન બનાવીને અણનમ રહ્યો હતો અને શશાંક સિંહ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. મયંકને તેની ઘાતક બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પંજાબની ઇનિંગ

લખનૌ સુપર જાયન્ટ્સે મેચ 21 રને જીતી લીધી, આ સિઝનમાં તેમની પ્રથમ જીત, પંજાબ કિંગ્સની ટીમને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો, પંજાબ કિંગ્સની ઇનિંગ્સ 5 વિકેટે 178 રન પર સમાપ્ત થઈ.

18 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટન 5 રન બનાવીને રમી રહ્યો છે. શશાંક સિંહ 7 રન બનાવીને ક્રિઝ પર છે. પંજાબને જીતવા માટે 12 બોલમાં 48 રનની જરૂર છે. પંજાબ મુશ્કેલ સ્થિતિમાં છે.

17 ઓવર સમાપ્ત: મેચ એકદમ રોમાંચક બની છે. પંજાબને જીતવા માટે 18 બોલમાં 56 રનની જરૂર છે. પંજાબે 17 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. શશાંક સિંહ 2 રન અને લિવિંગસ્ટન 3 રન સાથે રમી રહ્યા છે.

સેમ કરન આઉટ: પંજાબની વધુ એક વિકેટ પડી. સેમ કરન પહેલા જ બોલ પર આઉટ થયો હતો. મોહસીન ખાને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. મોહસીન હેટ્રિકની નજીક છે. પંજાબે 5 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા છે.

ધવન આઉટ: પંજાબ કિંગ્સની મોટી વિકેટ પડી. શિખર ધવન 50 બોલમાં 70 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. મોહસીન ખાને ધવનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સ્પર્ધામાં ઉત્તેજના છે. પંજાબને જીતવા માટે 22 બોલમાં 59 રનની જરૂર છે.

જીતેશ આઉટ: પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ પડી. જીતેશ શર્મા 6 રન બનાવીને આઉટ થયો હતો. મયંક યાદવે શાનદાર પ્રદર્શન કર્યું અને ડેબ્યુ મેચમાં ત્રીજી વિકેટ લીધી. મયંકના બોલ પર જીતેશ કેચ થયો હતો. પંજાબે 15.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. ધવન 70 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબને હવે 61 રનની જરૂર છે.

15 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સને જીતવા માટે 30 બોલમાં 64 રનની જરૂર છે. પંજાબે 15 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા. શિખર ધવન 47 બોલમાં 68 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જીતેશ શર્મા 6 રન બનાવીને રમી રહ્યો છે.

પ્રભસિમરન આઉટ: પંજાબ કિંગ્સની બીજી વિકેટ પડી. પ્રભસિમરન સિંહ 7 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. મયંક યાદવે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ડેબ્યૂ મેચમાં મયંકની આ બીજી વિકેટ હતી. પંજાબે 13.3 ઓવરમાં 128 રન બનાવ્યા છે.

બેયરસ્ટો આઉટ: લખનૌ તરફથી મયંક યાદવે પ્રથમ વિકેટ ઝડપી હતી. તેણે ડેબ્યૂ મેચમાં જ વિકેટ લીધી હતી. પંજાબ કિંગ્સનો જોની બેયરસ્ટો 42 રન બનાવીને આઉટ થયો હતો. 29 બોલનો સામનો કરીને તેણે 3 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. લખનૌ માટે આ મેચમાં ડેબ્યૂ કરી રહેલા મયંક યાદવે શિખર ધવન અને જોની બેરસ્ટો વચ્ચે 102 રનની વિશાળ ભાગીદારીને તોડી હતી. તેણે પહેલી સફળતા લખનૌને અપાવી. બેયરસ્ટો આ મેચમાં 29 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા આવ્યા હતા. 12 ઓવર પછી ટીમનો સ્કોર 107/1 છે.

11 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સનો સ્કોર 100 રનને પાર કરી ગયો હતો. ટીમે 11 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 101 રન બનાવ્યા હતા. ધવન 3 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 59 રન બનાવીને રમી રહ્યો છે. બેયરસ્ટોએ 27 બોલમાં 42 રન બનાવ્યા છે. તે 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે રમી રહ્યો છે. પંજાબને જીતવા માટે 99 રનની જરૂર છે.

9 ઓવર સમાપ્ત: ધવન બાદ બેયરસ્ટોએ પણ ઝડપી બેટિંગ શરૂ કરી છે. તેણે કૃણાલ પંડ્યાની ઓવરમાં સતત બે સિક્સર ફટકારી હતી. પંજાબે 9 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 88 રન બનાવ્યા હતા. ધવન 51 રન બનાવીને રમી રહ્યો છે. બેયરસ્ટો 37 રન બનાવીને રમી રહ્યો છે.

ધવનની ફિફ્ટી: પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને 30 બોલમાં સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. બેયરસ્ટો 23 રન બનાવીને સાથ આપી રહ્યો છે. પંજાબ કિંગ્સે 8 ઓવરમાં 73 રન બનાવ્યા છે. લખનૌ હજુ સુધી એક પણ વિકેટ મેળવી શક્યું નથી.

પાવર પ્લે સમાપ્ત: પંજાબ કિંગ્સનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ધવન અને બેયરસ્ટો વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. ટીમે 6 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 61 રન બનાવ્યા હતા. ધવન 25 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. બેયરસ્ટો 20 રન બનાવીને રમી રહ્યો છે.

3 ઓવર સમાપ્ત: શિખર ધવને આક્રમક બેટિંગ શરૂ કરી છે. તેણે ત્રીજી ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા અને પછી સિક્સર પણ ફટકારી. ધવન 14 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. બેયરસ્ટો 4 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 3 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 32 રન બનાવી લીધા છે.

લખનૌ તરફથી સિદ્ધાર્થે પ્રથમ ઓવર ફેંકી હતી. પ્રથમ ચાર બોલ પર કોઈ રન આપ્યો ન હતો. છેલ્લા બે બોલ પર પાંચ રન બનાવ્યા હતા. નવીન બીજી ઓવર નાખ્યો. આ ઓવરમાં 11 રન બનાવ્યા હતા. બેયરસ્ટોએ સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા.

લખનૌની ઇનિંગ 

કૃણાલ પંડ્યાની શાનદાર ઇનિંગ્સના કારણે લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટે 199 રન બનાવ્યા છે, પંડ્યાએ 43 રનની અણનમ ઇનિંગ રમી હતી, તેણે 22 બોલનો સામનો કર્યો હતો. પંજાબે જીતવા માટે 200 રન બનાવવાના રહેશે.

IPLની 11મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ક્વિન્ટન ડી કોકની તોફાની ઇનિંગ્સના આધારે પંજાબ કિંગ્સને 200 રનનો ટાર્ગેટ આપ્યો. લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. ડી કોક અને કેએલ રાહુલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 35 રનની ભાગીદારી થઈ હતી જેને ચોથી ઓવરના પાંચમા બોલ પર અર્શદીપ સિંહે તોડી હતી. તેણે કેએલ રાહુલને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે માત્ર 15 રન બનાવી શક્યો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા દેવદત્ત પડિકલ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા હતા પરંતુ તે વધુ સમય વિકેટ પર ટકી શક્યા ન હતા. તે 45 રનના સ્કોર પર સેમ કરન દ્વારા આઉટ થયો હતો.

માર્કસ સ્ટોઇનિસ પણ 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ડી કોક અને નિકોલસ પૂરન વચ્ચે પાંચમી વિકેટ માટે 47 રનની ભાગીદારી થઈ હતી. દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડીને અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો. તેણે પંજાબ સામે તેની IPL કારકિર્દીની 21મી અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા. આ મેચમાં ટીમની આગેવાની કરી રહેલો પુરન 42 રન બનાવવામાં સફળ રહ્યો હતો. 7મા નંબરે બેટિંગ કરવા આવેલા કૃણાલ પંડ્યા પણ પાછળ રહ્યો ન હતો. તેણે 195.45ની સ્ટ્રાઈક રેટથી 43 રન બનાવ્યા. આ અણનમ ઇનિંગ દરમિયાન તેણે માત્ર 22 બોલનો સામનો કર્યો હતો. પંડ્યાએ 4 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ મેચમાં મોહસીન ખાને બે રન બનાવ્યા હતા જ્યારે નવીન ઉલ હક એકપણ રન બનાવ્યા વગર અણનમ રહ્યો હતો. પંજાબ તરફથી સેમ કરને 3 અને અર્શદીપ સિંહે બે વિકેટ લીધી હતી જ્યારે કગીસો રબાડા અને રાહુલ ચહરને એક-એક વિકેટ મળી હતી.

સેમ કરને ઇનિંગની 19મી ઓવરના ચોથા બોલ પર આયુષ બદોનીને જોની બેરસ્ટોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ દરમિયાન આયુષ 8 રન બનાવી શક્યો હતો. તેના પછીના બોલ પર સેમે રવિ બિશ્નોઈને આઉટ કર્યો.

18 ઓવર સમાપ્ત: લખનૌએ 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યા 14 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે. આયુષ 6 રન બનાવીને રમી રહ્યો છે. 

16 ઓવર સમાપ્ત: લખનૌનો સ્કોર 150 રનને પાર કરી ગયો છે. ટીમે 16 ઓવર બાદ 5 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યા 4 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. આયુષ 5 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે.

પુરન આઉટ: 146 રનના સ્કોર પર લખનૌને 5મો ઝટકો લાગ્યો હતો. કગિસો રબાડાએ ઇનિંગની 16મી ઓવરના પહેલા બોલ પર નિકોલસ પૂરનને પોતાનો શિકાર બનાવ્યો હતો. રબાડાએ પુરનને બોલ્ડ કર્યો હતો. આ દરમિયાન પુરણ 21 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. ક્રુણાલ પંડ્યા 7માં નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

ક્વિન્ટન ડી કોક આઉટ: ક્વિન્ટન ડી કોક 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને પોતાની ત્રીજી ઓવરના પહેલા બોલ પર અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો. ઓપનિંગ બેટ્સમેને આ મેચમાં તેની 21મી IPL ફિફટી ફટકારી હતી. આયુષ બદોની છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. 14 ઓવર પછી ટીમનો સ્કોર 136/4 છે.

12 ઓવર સમાપ્ત: 12 ઓવર બાદ લખનૌનો સ્કોર 3 વિકેટના નુકસાને 115 રન છે. નિકોલસ પુરન તાબડતોડ બેટિંગ કરીને 12 બોલમાં1 ફોર અને 2 સિકસની મદદથી 24 રન બનાવ્યા છે. જ્યારે કવિન્ટન ડિ કોકે અક છેડેથી ઈનિંગને સંભાળી હતી. તે 35 બોલમાં 52 રન બનાવીને ક્રિઝ પર છે.

માર્કસ સ્ટાઈનિસ આઉટ: રાહુલ ચહરે માર્કસ સ્ટાઈનિસને ક્લીન બોલ્ડ કર્યો હતો. માર્કસ 12 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. લખનૌએ 8.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા છે.

પાવર પ્લે સમાપ્ત: લખનૌએ પ્રથમ 6 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા છે. ઓપનિંગમાં બેટિંગ કરવા આવેલો ક્વિન્ટન ડી કોક શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે 20 બોલમાં 28 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. માર્કસ સ્ટોઈનિસ બે રન બનાવીને તેનો સાથ આપી રહ્યો છે.

પડિક્કલ આઉટ: સેમ કરનને પડીક્કલને પોતાનો શિકાર બનાવ્યો હતો. સેમ કરનની ઓવરના પહેલા જ બોલ પર પડfક્કલ કેચ આઉટ થયો હતો. શિખર ધવને કોઈપણ ભૂલ વગર કેચ લીધો હતો. દેવદત્ત પડિક્કલ 6 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો.

રાહુલ આઉટ: લખનૌને પહેલો ઝટકો લાગ્યો, રાહુલ 15ના અંગત સ્કોર પર અર્શદીપના બોલ પર બેયરસ્ટોના હાથે કેચ આઉટ થયો. LSGનો સ્કોર 35/1 પહોંચ્યો છે.

3 ઓવર સમાપ્ત: ડી કોકે રબાડા પર દબાણ બનાવ્યું, પ્રથમ ચોગ્ગો ફટકાર્યો અને પછીના બોલ પર શક્તિશાળી સિક્સર ફટકારી, લખનૌનો સ્કોર 23 રને પહોંચ્યો છે.

2 ઓવર સમાપ્ત: બે ઓવર પછી ટીમનો સ્કોર 12/0 છે. કેએલ રાહુલ બે રને અને ડી કોક 9 રને અણનમ રમી રહ્યા છે. આ મેચમાં અત્યાર સુધી માત્ર એક જ ચોગ્ગો લાગ્યો છે.

લખનૌ સુપર જાયન્ટ્સની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યા છે. બંને પાસેથી સારી ભાગીદારીની અપેક્ષા છે.

લખનૌની ટીમમાં મયંક યાદવ અને મણિમરણ સિદ્ધાર્થના રૂપમાં બે નવા ખેલાડી ડેબ્યૂ કરી રહ્યા છે.

હેડ ટૂ હેડ રેકોર્ડ


જો આપણે લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો, LSGનો હાથ ઉપર છે. લીગમાં અત્યાર સુધી બંને ટીમો 3 વખત ટકરાઈ છે. આ સમયગાળા દરમિયાન કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી લખનૌની ટીમ બે વખત જીતી છે. પંજાબ કિંગ્સને 1 મેચમાં જીત મળી હતી. આવી સ્થિતિમાં શનિવારે પંજાબ કિંગ્સ હારનું માર્જિન ઘટાડવાનો પ્રયાસ કરશે.

ઈકાનામાં બંને ટીમોનું પ્રદર્શન

અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌના આંકડાઓની વાત કરીએ તો, ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર 7 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન LSGએ 3 જીત અને 3 મેચમાં હાર થઈ છે. 1 મેચ પણ અનિર્ણિત રહી છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 2 મેચ જીતી છે અને લક્ષ્યનો પીછો કરતી વખતે 1 મેચ જીતી છે. બીજી તરફ, જો આપણે ઈકાના સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સના પ્રદર્શનની વાત કરીએ તો, ટીમે આ મેદાન પર માત્ર 1 મેચ રમી અને તેમાં જીત મેળવી છે. PBKS એ લક્ષ્યનો પીછો કરતી વખતે આ સિદ્ધિ મેળવી છે.

પિચ રિપોર્ટ

IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ તેમની ઘરેલું મેચો બે પ્રકારની પિચ પર રમી હતી. એક પિચ પર બેટ્સમેનોને સમયાંતરે ઘણી મદદ મળી રહી હતી. આ પિચ પર સ્પિનરોને મદદ મળતી હતી. આ મેદાનમાં સ્કોરનો પીછો કરવો ઘણો મુશ્કેલ સાબિત થયો હતો. બીજી પિચ એકદમ સપાટ રહે છે. જો કે, લખનૌમાં જેમ જેમ રમત આગળ વધે છે તેમ બોલરોને પિચમાંથી મદદ મળે છે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમે વધુ મેચ જીતી છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

બંને ટીમોની પ્લેઈંગ-11

LSG: ક્વિન્ટન ડી કોક (wk), કેએલ રાહુલ, દેવદત્ત પડીક્કલ, આયુષ બદોની, નિકોલસ પૂરન (c), માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ, મણિમરણ સિદ્ધાર્થ

ઇમ્પેક્ટ પ્લેયર: એસ્ટોન ટર્નર, નવીન-ઉલ-હક, અમિત મિશ્રા, દીપક હૂડા, કે ગૌતમ

PBKS: શિખર ધવન (c), જોની બેરસ્ટો, લિયમ લિવિંગસ્ટન, સેમ કરન, જીતેશ શર્મા (wk), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કગfસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

ઇમ્પેક્ટ પ્લેયર: પ્રભસિમરન સિંહ, રિલે રૂસો, તનય ત્યાગરાજન, વિદ્વથ કાવેરપ્પા, હરપ્રીત ભાટિયા



Source link

- Advertisment -

Most Popular

Recent Comments