Wednesday, April 24, 2024
HomeIPLIPLમાં કોહલી તોડી શકે છે 'વિરાટ' રેકોર્ડ,આવું કરનાર બનશે પ્રથમ ભારતીય ખેલાડી!

IPLમાં કોહલી તોડી શકે છે ‘વિરાટ’ રેકોર્ડ,આવું કરનાર બનશે પ્રથમ ભારતીય ખેલાડી!


  • 1 કેચ અને કોહલી બનશે આઈપીએલ સૌથી વધુ કેચ લેનારા પ્રથમ ખેલાડી
  • સુરેશ રૈના અને કીરોન પોલાર્ડને પણ છોડી દેશે પાછળ
  • સુરેશ રૈનાએ 109 કેચ તો પોલાર્ડે 103 કેચ લીધા છે

શું તમે જાણો છો કે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ કેચ લેનારા ફીલ્ડર કોણ છે. આ નામમાં વિરાટ કોહલી અને સુરેશ રૈના ટોપ પર છે. આ બંને ભારતીય ખેલાડીઓએ એકસરખા એટલે કે 109-109 કેચ પકડયા છે. જો હવે કોહલી 1 વધારે કેચ કરે છે તો તે આઈપીએલમાં સૌથી વધુ કેચ લેનારા પ્રથમ ખેલાડીના લિસ્ટમાં સામેલ થશે અને સાથે એક ખાસ રેકોર્ડ પણ બનાવશે. કોહલી અને સુરેશ રૈના બાદ ત્રીજા નંહરે કીરોન પોલાર્ડ છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડી કીરોન પોલાર્ડના નામે 103 કેચ નોંધાયા છે.

આ ફીલ્ડરોએ લીધા છે સૌથી વધારે કેચ

આ પછી મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી રોહિત શર્માનું નામ છે. અત્યાર સુધી આઈપીએલના ઈતિહાસમાં રોહિત શર્માએ 99 કેચ લીધા છે. તો ચેન્નઈ સુપર કિંગ્સના રવીન્દ્ર જાડેજા 97 કેચ લઈને પાંચમા નંબરે છે. સુરેશ રૈના ચેન્નઈ સુપર કિંગ્સ સિવાય ગુજરાત લોયંસ માટે રમ્યા. જ્યારે જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સના સિવાય ગુજરાત લોયંસ અને રાજસ્થાન રોયલ્સ માટે રમ્યા. કીરોન પોલાર્ડ લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યા છે.

રૈનાને પાછળ છોડશે કોહલી!

અત્યાર સુધી કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને માટે રમતા હતા. રોહિત શર્માની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સથી પહેલા ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યા છે. વિરાટ કોહલીની પાસે સૌથી વધુ કેચ લેનારા ખેલાડીમાં સુરેશ રૈનાને પાછળ છોડવાનો અવસર છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ કેચ લેનારા ખેલાડી ફીલ્ડરમાં કોહલી અને રૈના સિવાય કીરોન પોલાર્ડ, રોહિત શર્મા અને જાડેજા ટોપ-5માં સામેલ છે. રૈના અને કીરોન પોલાર્ડ આઈપીએલને અલવિદા કહી ચૂક્યા છે. તો રોહિત, વિરાટ અને જાડેજા હજુ પણ આઈપીએલનો ભાગ છે.  



Source link

- Advertisment -

Most Popular

Recent Comments