Wednesday, April 24, 2024
HomeGUJARATરાજયમાં ગરમીના પ્રકોપથી આંશિક રાહત, 1 ડિગ્રી તાપમાન ઘટયું

રાજયમાં ગરમીના પ્રકોપથી આંશિક રાહત, 1 ડિગ્રી તાપમાન ઘટયું


  • અમદાવાદ,આણંદ,વડોદરા,બનાસકાંઠામાં યલો એલર્ટ
  • રાજયમાં રાત્રી દરમિયાન વોર્મ નાઇટ એલર્ટ આપવામાં આવ્યું
  • રાત્રી દરમિયાન તાપમાન સામાન્યથી વધુ નોંધાયું

રાજયમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે,અને ગરમીની શરૂઆત થતાની સાથે જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર જિલ્લાનું 39.6 ડિગ્રી નોંધાયું છે.ત્યારબાદ બીજા નંબર પર અમદાવાદનુ તાપમાન 39.0 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતમાં કયાં કેટલું તાપમાન

હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરીએ તો સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં જિલ્લાનું 39.6 ડિગ્રી નોંધાયું છે,અમદાવાદમાં મહત્તમ તાપમાન 39.0 ડિગ્રી,ડીસા 38.0 ડિગ્રી,વડોદરા 39.4 ડિગ્રી,અમરેલી 39.4 ડિગ્રી,ભાવનગર 37.3 ડિગ્રી,રાજકોટ 38.7 ડિગ્રી,સુરેન્દ્રનગર 38.8 ડિગ્રી,મહુવા 37.8 ડિગ્રી,ભુજ 36.7 ડિગ્રી,કંડલા 37.6 ડિગ્રી,કેશોદ 37.7 ડિગ્રી તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયું છે.અગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

કેટલાક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ

હવામાન વિભાગ દ્વારા દરરોજ રાજ્યભરના તાપમાનને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આજરોજ કેટલાક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન યથાવત્ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન મહત્તમ તાપમાન રહેવાની સાથે સામાન્ય કરતાં ચાર ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે.

હીટવેવથી બચવા શું કરવું

1-હીટવેવને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ

2-બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચન

3-પાણી, લીંબુ સરબતનું સેવન વધુ કરવા સુચન

4-તાપથી બચવા મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરો

હાઈડ્રેટેડ રહો

ગરમીમાં શરીરમાં પરસેવો વધુ નીકળે છે. આ કારણોસર જો વધુ પાણી પીવામાં ના આવે તો શરીરમાં પાણી ઓછું થઈ શકે છે, જેથી લૂ’ લાગવાની અને હીટ સ્ટ્રોકની સંભાવના રહે છે. જેથી ગરમીમાં લિક્વિડનું વધુ સેવન કરવું જોઈએ. હાઈડ્રેટેડ રહેવા માટે પાણી તથા ઠંડા પીણાનું સેવન કરવું. ડિહાઈડ્રેશન થાય તો ચક્કર આવવા, થાક લાગવા જેવી સમસ્યા થઈ શકો છો.

જયુસ અને નારિયેળ પાણીનું સેવન

ગરમીમાં સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીરને અંદરથી ઠંડક આપવી ખૂબ જ જરૂરી છે. આ કારણોસર ગરમીમાં નારિયેળ પાણીની સાથે મોસંબીનું જ્યૂસ અને સંતરાના જ્યૂસનું સેવન કરો.

વિટામીન C યુક્ત ફળનું સેવન કરો

ભીષણ ગરમીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ કારણોસર વિટામીન C યુક્ત ફળનું સેવન કરવું જોઈએ. તરબૂચ, ટેટી જેવા ફળોનું પણ સેવન કરી શકાય છે, જેમાં પાણીની વધુ માત્રા રહેલી હોય છે.

મસાલેદાર ભોજનનું વધુ સેવન ના કરવું

ગરમીમાં વધુ તળેલું અને મસાલેદાર ભોજન ના કરવું જોઈએ. લૂ અને હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરના ભોજનનું જ સેવન કરવું જોઈએ. ભોજનમાં લીલા શાકભાજી અને ફળને જરૂરથી શામેલ કરવા જોઈએ.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments