Saturday, April 13, 2024
HomeIPLSRHનું વધ્યું ટેન્શનઃ દિગ્ગજ ખેલાડી થયો ઈજાગ્રસ્ત, વાપસીને લઈને સસ્પેન્સ

SRHનું વધ્યું ટેન્શનઃ દિગ્ગજ ખેલાડી થયો ઈજાગ્રસ્ત, વાપસીને લઈને સસ્પેન્સ


  • વાનિંદુ હસરંગાની વાપસીને લઈને બબાલ
  • ખેલાડી શ્રીલંકા ટી20 ટીમના કેપ્ટન છે
  • ઓક્શનમાં ખરીદાયા બાદ ખેલાડી નથી થયો ટીમમાં સામેલ

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ હાલની સીઝનમાં એક નવા કેપ્ટન અને નવા કોમ્બિનેશનની સાથે અલગ જ લયમાં જોવા મળી રહી છે. પહેલી 2 મેચમાંથી 1 મેચ ટીમે જીતી છે પણ સાથે જ બંને ટીમમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પણ ટીમ માટે એક માઠા સમાચાર છે. હૈદરાબાદે આઈપીએલ 2024ના ઓક્શનમાં એક દિગ્ગજ ખેલાડીને ખરીદ્યો હતો પણ તે ખેલાડી હજુ પણ ટીમ સાથે જોડાઈ શક્યો નથી. તે ક્યારે પરત આવશે તેને લઈને પણ સસ્પેન્સ છે. તેના ઈજાગ્રસ્ત થવાની જાણકારી સામે આવી છે. આ ખેલાડીનું નામ છે વાનિંદુ હસરંગા, જે શ્રીલંકાની ટી20 ટીમના કેપ્ટન પણ છે.

વાનિંદુ હસરંગાની વાપસીને લઈને બબાલ

હાલમાં શ્રીલંકા ક્રિકેટે તેને 4 ટી20 ઈન્ટરનેશનલના બેનથી બચાવવા માટે અચાનક રિટાયરમેન્ટથી પરત બોલાવીને સ્ક્વોડમાં પસંદ કર્યો હતો. આ સાથે તેને એન્કલ ઈન્જરી થયું હોવાનું જાણવા મળ્યું. આ સમયે હસરંગાના મેનેજરે માહિતિ આપી અને કહ્યું કે તે જલ્દી કે થોડા દિવસો બાદ જોઈન કરશે. એટલે સ્પષ્ટ નથી કે ત્યાં સુધીમાં વાપસી કરશે.

શું રૂપિયા છે ન આવવાનું કારણ

ઉલ્લેખનીય છે કે હસરંગાને ફ્રેન્ચાઈઝીએ 1.5 કરોડના બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. જ્યારે આરસીબીમાં 2022 અને 2023માં ખેલાડીને 10.75 કરોડ રૂપિયા મળતા હતા. જો કે આરસીબીએ તેને રીલિઝ કરી દીધો. આવા અનેક કિસ્સા સામે આવ્યા જેમાં કેટલાક ખેલાડીઓએ ઓક્શનમાં ઓછા રૂપિયા મળવાના કારણે પોતાનું નામ પાછું લીધું છે. તેને લઈને હસરંગાની ટીમે કહ્યું કે આ વાત ખોટી છે. જો રૂપિયા મહત્ત્વના હોત તો અમે બેઝ પ્રાઈઝ 2 કરોડની રાખી હોત. તેમના એન્કલનું ધ્યાન રાખવું જરૂરી છે. તે એક નેશનલ ટીમના કેપ્ટન પણ છે.

 

ટીમને થઈ રહ્યું છે નુકસાન

હાલમાં જે વાત છે તેના કારણે ટીમને નુકસાન થઈ રહ્યું છે. તેઓ રિપ્લેસમેન્ટ પણ પસંદ કરી શકતા નથી કેમકે હસરંગાની વાપસીને લઈને કોઈ ચોક્કસ વાત કહેવામાં આવી નથી. ફ્રેન્ચાઈઝીના અધિકારી આ મુદ્દે કંઈ કહી રહ્યા નથી. એવામાં સમાચાર એવા છે કે 31 માર્ચે હસરંગા દુબઈ આવશે અને ચેકઅપ કરાવશે. ડોક્ટરની સલાહ અનુસાર તેમને આઈપીએલની ટીમમાં લેવા કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. પણ તે આઈપીએલમાં પહોંચશે કેમકે તેઓ ત્યાં જઈને તે સમયની મજા લેવા ઈચ્છે છે. આ કારણે અમે ફ્રેન્ચાઈઝીના સંપર્કમાં છીએ. 

Source link

- Advertisment -

Most Popular

Recent Comments