Saturday, April 13, 2024
HomeGUJARATડભોઇ શિનોર ચોકડી પાસે એકબાજુથી રોડ ધસી પડયો

ડભોઇ શિનોર ચોકડી પાસે એકબાજુથી રોડ ધસી પડયો


  • નર્મદા કેનાલ પાસે ધોરીમાર્ગ બિસમાર
  • આશરે 10 ફુટ કરતા પણ વધુ બેસી ગયો
  • ખાડાથી માત્ર 500 મીટરના અંતરમાં નર્મદા નિગમની ઓફ્સિ આવેલી છે

ડભોઇ શિનોર ચોકડી નજીકથી પસાર થતી નર્મદાની કેનાલની પાસેથી પસાર થતો રોડનો એક તરફ્નો ભાગ ધસી પડયો છે. આશરે 10 ફુટ કરતા પણ વધુ બેસી ગયો છે. અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. શોર્ટકટ કેનાલ પરથી જવાવાળા વાહનો વણાંકની ઉપર જ મોટો ભુવો હોય અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. 10 ફુટ ઊંડો ખાડો હોયને મોટું ગાબડું હોય તો વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ તેને પૂરે એવી વાહન ચાલકોની માગ છે. હા કેનાલ નજીકથી રાજપીપલા તરફ્ પણ જવાય છે. જેને લઈને વહેલી તકે સત્તાધીશો જાગે તો કોઈ મોટી દુર્ઘટના હતા. પહેલ 10 ફુટ ઊંડો ખાડો પુરવામાં આવે માત્ર એસી ચેમ્બરોમાં બેસીને અધિકારીઓ દિવસ પૂરો કરી અને ઘરે જતા રહે છે.

ડભોઇ શિનોર ચોકડીથી નર્મદા કેનાલની પાસેથી નજીક જ મોટો ભુવો હોય માત્ર 500 મીટરના અંતરમાં નર્મદા નિગમની ઓફ્સિ આવેલી છે. શું અધિકારીઓને 10 ફુટ ઊંડો ભુવો જોવા તો નથી. વહેલી તકે તેનું સમારકામ થાય અને ભુવો પુરાય એવી વાહન ચાલકો અને અહીંથી પસાર થતાં નગરજનોની છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments