Wednesday, April 24, 2024
HomeIPLIPLના રોમાંચ સાથે આ ભારતીય ક્રિકેટરનો રોમાંસ પરિણમ્યો લગ્નમાં, શેર કરી પોસ્ટ

IPLના રોમાંચ સાથે આ ભારતીય ક્રિકેટરનો રોમાંસ પરિણમ્યો લગ્નમાં, શેર કરી પોસ્ટ


  • સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ કાલના શુક્લા સાથે લગ્ન કર્યા
  • ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ દ્વારા લગ્નની તસવીરો શેર કરી
  • જાન્યુઆરી 2023માં કપલે કરી હતી સગાઈ

હાલના દિવસોમાં ફેન્સ હોય કે ખેલાડીઓ દરેકના મનમાં IPL 2024નો ઉત્સાહ પૂરજોશમાં છે. ચાહકો તેમની મનપસંદ ટીમોને સમર્થન આપી રહ્યા છે. ખેલાડીઓ મેદાન પર પરસેવો પાડી રહ્યા છે. પરંતુ આઈપીએલના ઉત્સાહ વચ્ચે ભારતીય ક્રિકેટરનો રોમાંસ ખીલ્યો અને તેણે લગ્ન કરી લીધા.

પ્રિયંક પંચાલ બંધાયો લગ્નના બંધનમાં

વાસ્તવમાં, ગુજરાત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહેલા પ્રિયંક પંચાલ IPL 2024 વચ્ચે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ કાલના શુક્લા સાથે લગ્ન કર્યા. ગુજરાતના પૂર્વ કેપ્ટને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ દ્વારા લગ્નની તસવીરો શેર કરી છે. લગ્નની તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. પ્રિયંકે લગ્નના ફોટાને કેપ્શન આપ્યું, “વચનથી ભરેલા હૃદય સાથે, અમે પ્રેમની સુંદર યાત્રામાં અમારા માર્ગો સાથે જોડાઈએ છીએ. અમારી વાર્તા શેર કરવા માટે ઉત્સાહિત છીએ.”

 

2023 માં સગાઈ થઈ

આ પહેલા પ્રિયંકે તેની સગાઈની માહિતી શેર કરી હતી. જાન્યુઆરી 2023માં તેમની સગાઈ થઈ હતી અને હવે તેઓએ લગ્નની વિધિ કરી છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકે અત્યાર સુધી પોતાના કરિયરમાં 120 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, 196 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 45.52ની એવરેજથી 8423 રન બનાવ્યા છે.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments