Wednesday, April 24, 2024
HomeGUJARATરાજકોટમાં રૂપાલાનું પૂતળું સળગ્યું, ક્ષત્રિય આગેવાનોના BJPમાંથી રાજીનામાં પડયા

રાજકોટમાં રૂપાલાનું પૂતળું સળગ્યું, ક્ષત્રિય આગેવાનોના BJPમાંથી રાજીનામાં પડયા


  • સૌરાષ્ટ્રનો રોષ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યો, ગાંધીનગર, સિદ્ધપુર, મહેસાણામાં આવેદન પત્રો
  • ડાયરાબાજીનો ભૂતકાળ ઉલેચાયો, પુરુષોત્તમ રૂપાલાને પોતાની ભાષા ઉપર શિસ્ત રહેતી નથી
  • ગોંડલના સંમેલનમાં અનુસૂચિત જાતિના કાર્યક્રમને ‘કામ વગરનો કાર્યક્રમ’ કહેતા નવો વિવાદ

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભામાં ભાજપના ઉમેદવાર પૂરુસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય રાજપૂત સમાજમાં વ્યાપેલો રોષ હવે છેક તેમના પૂતળા સળગાવવા સુધી પહોંચ્યો છે. શનિવારે ભાજપમાંથી કરણીસેનાના રાજ શેખાવત સહિત અનેક રાજપૂત આગેવાનોના રાજીનામા પડતા રહ્યા હતા. સૌરાષ્ટ્રમાંથી શરૂ થયેલો રૂપાલાનો વિરોધ ઉત્તર ગુજરાત સુધી પહોંચતા દિવસભર અનેક શહેરોમાંથી ભાજપ રાજકોટના ઉમેદવાર બદલે તેવી માગંણીઓ ઉઠતી રહી છે. ભાજપ આ ઉમેદવાર નહીં બદલે તો ગુજરાતભરમાં લોકસભા ચૂંટણીમાં વિપરીત પરિણામ ભોગવવા તૈયારી રાખે તેવી ચીમકીઓ પણ વધુ બુલંદ થઈ રહી છે.

રાજ્યના ક્ષત્રિય આગેવાનોએ શુક્રવારે રૂપાલાએ ગોંડલમાં બે હાથ જોડીને માંગેલી માફી ફગાવી છે. રાજકોટ અને હળવદમાં આવેદનપત્ર આપ્યા બાદ સમાજના આગેવાનોએ કહ્યું કે, રૂપાલા જે પક્ષના નેતા છે તે પક્ષ સાથે અમને કોઈ જ વિરોધ નથી પરંતુ, જે રાજકીય નેતામાં પોતાની ભાષા ઉપર શિસ્ત નથી તે અમને મંજૂર નથી. તેમના ઉદ્દગારોથી સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં દેશભરના ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે. એટલા માટે જ ભાજપ તેમની ઉમેદવારી રદ્દ કરે તે એકમાત્ર માંગ છે. શનિવારે રાજકોટના રેલનગરમાં ક્ષત્રિય આગેવાનોએ રૂપાલનું પૂતળુ બાળ્યું હતું. મહિલાઓ હાય હાય અને ભાજપ ઉમેદવારી રદ્દ કરે તેવા સુત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો. શનિવારે પણ ગાંધીનગર, સિદ્ધપુર અને મહેસાણા જેવા જિલ્લાઓમાં રાજપૂત ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાઓએ બેઠક યોજીને રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્રો સોંપીને તેમની સામે ગુનો નોંધવા, કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

આ તરફ શુક્રવારે રાતે ગોંડલમાં માફી માંગતી વેળાએ રૂપાલાએ મૂળ વિવાદ જ્યાંથી ઉભો થયો તે અનુસૂચિત જાતિના કાર્યક્રમને ‘કામ વગરનો કાર્યક્રમ’ કહેતા નવો વિવાદ સર્જાયો છે. રૂપાલા સામે હવે અનુસૂચિત જાતિના આગેવાનોએ ફરિયાદ નોંધવાની માગંણી કરતી લેખિતમાં અરજી આપી છે. ચોમેરના વિવાદો વચ્ચે સોશિયલ મિડિયામાં રૂપાલાના ડાયરાને લઈને પણ ભાજપની ભારે ખિલ્લી ઉડાડવામાં આવી રહી છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments