Saturday, April 13, 2024
HomeGUJARATSVP હોસ્પિટલના પાર્કિંગમા ચાર શખ્સોનો યુવક પર છરીથી હુમલો

SVP હોસ્પિટલના પાર્કિંગમા ચાર શખ્સોનો યુવક પર છરીથી હુમલો


  • કાલુપુર વિસ્તારમાં મોહંમદ શોહરાબ શેખ પરિવાર સાથે રહે છે
  • શોહરાબના ભાઇ ફૈસલે અગાઉ શેહઝાદ નામના શખ્સ વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી
  • શેહઝાદને તેના પરિવારજનો SVP હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા

કાલુપુર વિસ્તારમાં મોહંમદ શોહરાબ શેખ પરિવાર સાથે રહે છે. શોહરાબના ભાઇ ફૈસલે અગાઉ શેહઝાદ નામના શખ્સ વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી હતી. જે કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે. શુક્રવારે શેહઝાદ ઘરે હાજર હતો ત્યારે ફૈસલ તેમના ઘર પાસે આવીને તુ કેસ પાછો ખેંચી લે તેમ કહેતા શેહઝાદે ના પાડી દિધી હતી. આથી ફૈસલે શેહઝાદને મારમાર્યો હતો. જેમાં સામાન્ય ઇજાઓ થતાં શેહઝાદને તેના પરિવારજનો SVP હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. આથી શોહરાબ ટુ વ્હીલર લઇને હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં ફૈસલ રશીદભાઇ શેખ, તેના મિત્ર ઇમરાન નાસીરભાઇ શેખ, સુનેર રશીદભાઇ શેખ અને નાસીર અબ્દુલા શેખ એમ ચારેય તુ કેમ અહીંયા આવ્યો છે તેમ કહીને શોહરાબને ફટકાર્યો હતો અને ફૈસલે છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે શોહરાબે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments