Wednesday, April 24, 2024
HomeIPLજૂના અંદાજમાં જોવા મળ્યો પંત, તોફાની ઈનિંગ રમી વર્લ્ડકપ માટે ઠોક્યો દાવો

જૂના અંદાજમાં જોવા મળ્યો પંત, તોફાની ઈનિંગ રમી વર્લ્ડકપ માટે ઠોક્યો દાવો


  • દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
  • વિશાખાપટ્ટનમમાં રિષભ પંતે કરી શાનદાર વાપસી
  • રિષભ પંતે 32 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી

IPL 2024માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યા છે. કાર અકસ્માત બાદ પંતને ક્રિકેટના મેદાનમાં પરત ફરતા લગભગ 14 મહિના જેટલો સમય લાગ્યો હતો. IPL 2024ની પ્રથમ બે મેચોમાં પંતને ચોક્કસપણે સારી શરૂઆત મળી હતી પરંતુ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. જે બાદ પંત ત્રીજી મેચમાં પોતાના જૂના રંગમાં પરત ફર્યો છે. આ મેચમાં પંતે કપ્તાની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન પંતે મેદાનની ચારે બાજુ ઘણી ફોર અને સિકસ ફટકારી હતી.

પંતે તોફાની ફિફ્ટી ફટકારી

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર તોફાની ઇનિંગ રમી છે. ફેન્સને પંતમાં જૂનો સ્પાર્ક જોવા મળ્યો. આ મેચમાં બેટિંગ કરતા રિષભ પંતે 32 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન પંતે 4 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી. પંતના આ તોફાની ઈનિંગ જોઈને ફેન્સ રોમાંચિત થઈ ગયા હતા. જે કમબેકની ફેન્સ રાહ જોઈ રહ્યા હતા તે હવે જોવા મળી રહ્યું છે.

દિલ્હી કેપિટલ્સે 191 રન બનાવ્યા

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી બેટિંગ કરતા ડેવિડ વોર્નરે 52 રન અને કેપ્ટન રિષભ પંતે 51 રન બનાવ્યા હતા. આ સિવાય આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા પૃથ્વી શૉએ 43 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે મિચેલ માર્શે 18 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સની બોલિંગની વાત કરીએ તો મથિસા પથિરાનાએ શાનદાર બોલિંગ કરી. પથિરાનાએ 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments