Wednesday, April 24, 2024
HomeGUJARATટોરેન્ટ ગ્રૂપના આદ્ય સ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની ઉજવણી

ટોરેન્ટ ગ્રૂપના આદ્ય સ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની ઉજવણી


  • યુ.એન.મહેતાના જીવન પર બનેલી દસ્તાવેજી ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું
  • જીવનના ઉત્તરાર્ધમાં તેમણે UNM ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી
  • 53 વર્ષની ઉંમરે કેન્સરના અત્યંત દુર્લભ સ્વરૂપનું નિદાન થયું હતું

‘નિશાન ચૂક માફ્, નહીં માફ્ નીચું નિશાન’, એવા જીવન સૂત્ર સાથે ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. તેમની જન્મશતાબ્દીની અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

જીવનની પ્રતિકૂળતાઓનો મક્કમતાથી સામનો કરવા માટે તેમજ વ્યાપારિક કુશળતા, સિદ્ધાંતવાદી જીવન અને માનવતાવાદી પરોપકાર માટે ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (યુ.એન. મહેતા)ને સદાય યાદ કરવામાં આવે છે. તેમનો જન્મ અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો અને 2 વર્ષની નાની ઉંમરે તેઓએ માતા ગુમાવી હતી. તેમણે ઘણા સ્વાસ્થ્ય પડકારોનો સામનો કર્યો. જેમ કે 39 વર્ષની ઉંમરે તેમને આપવામાં આવેલી દવાની આડઅસરને પરિણામે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ ઉદભવી. 53 વર્ષની ઉંમરે કેન્સરના અત્યંત દુર્લભ સ્વરૂપનું નિદાન થયું અને તે મુશ્કેલીઓ ધીરે ધીરે કાર્ડિયાક સમસ્યાઓની શરૂઆત તરફ્ દોરી ગઈ અને આખરે 62 વર્ષની ઉંમરે હાર્ટની બાયપાસ સર્જરી થઇ.

એક અત્યંત સફ્ળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત યુ.એન. મહેતા એક પ્રતિબદ્ધ સામાજિક નાગરિક પણ હતા. તેમના જીવનના ઉત્તરાર્ધમાં તેમણે UNM ફઉન્ડેશનની શરૂઆત કરી અને બહુવિધ સામાજિક કાર્યો માટેના પ્રયાસો આદર્યા. ટોરેન્ટ ગ્રુપ દ્વારા 30 માર્ચ, 2024ના રોજ અમદાવાદ ખાતે તેમની જન્મશતાબ્દીની ઉજવણીરૂપે એક સમારંભ યોજાયો હતો. જન્મશતાબ્દીની ઉજવણીના મુખ્ય અંશોની ઝાંખી કરીએ તો યુ.એન. મહેતાના જીવન પર બનેલી દસ્તાવેજી ફ્લ્મિ ‘ધ પ્રિસ્ક્રિપ્શન’નું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું તેમજ તેમના પરોપકારી વારસાને આગળ ધપાવવા માટે સખાવતી દાનની જાહેરાત કરવામાં આવી.

ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, યુએનએમ ફાઉન્ડેશન આ રકમનો વિશિષ્ટ સામાજિક હેતુઓ માટે નિષ્ઠાપૂર્વક સદુપયોગ કરવા માટે પ્રયત્નશીલ રહેશે. આ માટે લાભાર્થીઓ પ્રત્યે કોઈપણ જાતનો જાતિ, ધર્મ, લિંગ અને આર્થિક મર્યાદા જેવા ભેદભાવ રાખવામાં આવશે નહિ.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments