Wednesday, April 24, 2024
HomeIPLટીમ ઈન્ડિયામાં આવશે આ નવા ફાસ્ટ બોલર્સ! બુમરાહ-સિરાજનું સ્થાન જોખમમાં

ટીમ ઈન્ડિયામાં આવશે આ નવા ફાસ્ટ બોલર્સ! બુમરાહ-સિરાજનું સ્થાન જોખમમાં


  • IPL 2024માં અત્યાર સુધી 14 મેચ રમાઈ છે
  • આ સિઝનમાં અનકેપ્ડ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
  • મંયક યાદવે 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો

IPL 2024માં અત્યાર સુધી 14 મેચ રમાઈ છે. જ્યાં એક તરફ કેટલાક ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે તો બીજી તરફ કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. દર વખતની જેમ આ વખતે પણ ઘણા યુવા અને અનકેપ્ડ ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે, જેમાંથી કેટલાકે શરૂઆતની મેચો દરમિયાન પોતાના શાનદાર પ્રદર્શનથી સાબિત કર્યું છે કે તેઓ હવે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ ખેલાડીઓમાં ખાસ કરીને ફાસ્ટ બોલરોનો સમાવેશ થાય છે.

મયંક યાદવ

લખનઉ સુપર જાયન્ટ્સનો યુવા ફાસ્ટ બોલર મયંક યાદવ આ દિવસોમાં ચર્ચામાં છે. છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ લખનૌએ જીતી હતી. આ મેચમાં જ મયંક યાદવે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેનું ડેબ્યુ ખૂબ જ શાનદાર હતું. તેની પહેલી જ મેચમાં મયંકે IPL 2024નો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. મયંકે આ મેચમાં 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ મેચમાં મયંકે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ પણ લીધી હતી. આવી સ્થિતિમાં જો ટૂર્નામેન્ટમાં મયંકનું શાનદાર પ્રદર્શન ચાલુ રહેશે તો તેને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

હર્ષિત રાણા

આ યાદીમાં બીજું નામ કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર હર્ષિત રાણાનું છે. હર્ષિતનું IPL 2024 અત્યાર સુધી ઘણું સારું રહ્યું છે. જ્યાં એક તરફ કોલકાતાનો મુખ્ય ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક જે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ છે, જે સતત રન આપી રહ્યો છે, તો બીજી તરફ હર્ષિત દરેક મેચમાં વિકેટ લેવાની સાથે ખૂબ જ ઈકોનોમીથી બોલિંગ કરી રહ્યો છે. અત્યાર સુધી હર્ષિત આ સિઝનમાં KKR માટે બે મેચ રમ્યો છે જેમાં તેણે 5 વિકેટ લીધી છે. હવે ફેન્સને આશા છે કે હર્ષિતને પણ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments