Wednesday, April 24, 2024
HomeIPLહાર્દિક પંડ્યાને મળ્યો ભૂતપૂર્વ દિગ્ગજનો સાથ, MIના ફેન્સને આપ્યો જડબાતોડ જવાબ

હાર્દિક પંડ્યાને મળ્યો ભૂતપૂર્વ દિગ્ગજનો સાથ, MIના ફેન્સને આપ્યો જડબાતોડ જવાબ


  • હાર્દિકની આગેવાનીમાં મુંબઈની સતત ત્રણ મેચમાં હાર
  • હવે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે
  • રવિ શાસ્ત્રીએ MI કેપ્ટન હાર્દિક પંડ્યાને આપ્યું સમર્થન

હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં જીતનું ખાતું પણ ખોલી શકી નથી. મુંબઈએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ જ્યારથી હાર્દિક મુંબઈનો કેપ્ટન બન્યો છે ત્યારથી તેને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ હવે હાર્દિક સામે હોબાળો કરતા જોવા મળી રહ્યા છે.

રોહિત-રોહતિના નારા લાગ્યા

ત્રણેય મેચમાં હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્માના ફેન્સ દ્વારા બૂમાબૂમનો સામનો કરવો પડ્યો છે, જ્યારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે છેલ્લી મેચ રમાઈ ત્યારે ચાહકો રોહિત-રોહિતની બૂમો પાડી રહ્યા હતા.આ દરમિયાન જોવા મળ્યું હતું કે સ્ટેડિયમમાં હાજર રોહિત શર્માના ફેન્સે બૂમ પાડી હતી. રોહિત ચૂપ રહેવાનો ઈશારો કરતો જોવા મળ્યો હતો. હવે હાર્દિક પંડ્યાને પૂર્વ દિગ્ગજનું સમર્થન મળ્યું છે. જે બાદ પૂર્વ દિગ્ગજ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સને ફટકાર લગાવી છે.

ફેન્સને જડબાતોડ આપ્યો જવાબ

મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની સતત ટ્રોલિંગ જોઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ કહ્યું કે તે કોઈ ભારતીય ક્રિકેટ ટીમ નથી જે રમી રહી છે. આ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ છે. તેઓને ખૂબ જ રુપિયા ચૂકવવામાં આવે છે, તેઓ માલિકો છે. તેઓ કોને કેપ્ટન બનાવવા માંગે છે તે નક્કી કરવાનો અધિકાર ફ્રેન્ચાઇઝીનો છે. જ્યાં મને લાગે છે કે તેને વધુ સારી રીતે હેન્ડલ કરી શકાયું હોત. જો તમે કેપ્ટન બનવા માંગતા હો, તો કહો કે તમે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છો. અમે ઈચ્છીએ છીએ કે મુંબઈના ફેન્સ હાર્દિકને સમર્થન કરે અને આગામી 3 વર્ષમાં જ્યારે ટીમ આગળ વધી રહી હોય ત્યારે તેને સમર્થન આપે.

IPL 2024માં મુંબઈની શરૂઆત ખરાબ

ચાહકોને આશા હતી કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શાનદાર પ્રદર્શન કરશે, પરંતુ અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં એક પણ મેચ જીતી શકી નથી. IPL ઈતિહાસની સૌથી મજબૂત ટીમ આ સિઝનમાં કંઈ ખાસ કરી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સ પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ જીતી શકી નથી.Source link

- Advertisment -

Most Popular

Recent Comments