Wednesday, April 24, 2024
HomeGUJARATરૂપાલા મામલે કરણીસેનાનું ભાજપનું અલ્ટીમેટમ: મહિલાઓ કરશે જૌહર

રૂપાલા મામલે કરણીસેનાનું ભાજપનું અલ્ટીમેટમ: મહિલાઓ કરશે જૌહર


  • રૂપાલા હટાવો નહિ તો મહિલાઓ કરશે જૌહર
  • રાજપૂતો ભાજદૂતો ના બનો સમાજના થાવ: કરણીસેના
  • સમાધાન એટલે ઉમેદવારી રદ્દ કરો: કરણીસેના

ક્ષત્રિય સમાજ અંગે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન પર હવે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ક્ષત્રિય કરણીસેનાની મહિલાઓએ રૂપાલાને બદલવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

મહિલાઓ કરશે જૌહર 

અમદાવાદમાં રૂપાલા સામે વિરોધ હજી પણ યથાવત રહેલો છે. આ સાથે જ કરણી સેના મહિલાઓએ કહ્યું કે, રૂપાલા હટાવો નહિ તો મહિલાઓ જૌહર કરશે. તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ મહિલાઓની માગ ઉગ્ર બની છે. જેના સાથે જ મહિલાઓ રડી પડ્યા હતા અને વડાપ્રધાન મોદી પાસે માંગણી કરી છે.

કરણીસેના અગ્રણી ગીતાબાએ જણાવ્યું કે, સમાજની બહેનોનું અપમાન ક્યારેય ચલાવી નહીં લેવાય. આ માટે પુરુષો પણ સ્પોર્ટ માંગશે ત્યાં તેમની પડખે ઉભા રહેવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે, અમારી ખૂબ જ નાની માંગણી છે અને આ જો ન પૂર્ણ થાય તો મહિલાઓ જૌહર કરશે.

સમાધાન એટલે ઉમેદવારી રદ્દ કરો

જ્યારે સમાધાન મુદ્દે કરણી સેના મહિલા આગેવાને જણાવ્યું કે, સમાધાન એટલે ઉમેદવારી રદ્દ કરો તેના સિવાય બીજી કોઈ માગ નથી. તેમજ તેમણે કહ્યું કે, સમાજની બહેનોનું અપમાન ક્યારેય ચલાવી નહીં લેવાય. આ સાથે જ ભાવુક થઈ રૂપાલા મામલે ભાજપને ઉમેદવાર બદલવાની નાની માંગણી કરી હોવાની રજુઆત કરી છે.

આ તરફ ભાજપે આજે સવારે પાટીલના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે બેઠક મળી અને તેમાં ક્ષત્રિયોને મનાવવની રણનીતિ ઘડાઇ છે. જેમાં પાટીલે રૂપાલાને માફ કરવા વિનંતી કરી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું છે કે પરશોત્તમ રૂપાલાએ 3 વખત માફી માંગી છે. પણ રોષ ઓછો થતો નથી. જેના માટે ફરી એકવાર માફી માંગુ છું.Source link

- Advertisment -

Most Popular

Recent Comments