Wednesday, April 24, 2024
HomeIPLRCB vs LSG: ડિ કોક-પુરનની તોફાની બેટિંગ, બેંગલુરૂને મળ્યું 182 રનનું લક્ષ્ય

RCB vs LSG: ડિ કોક-પુરનની તોફાની બેટિંગ, બેંગલુરૂને મળ્યું 182 રનનું લક્ષ્ય


  • IPLની 15મી મેચ બેંગ્લોર અને લખનૌ વચ્ચે રમાશે
  • બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
  • IPLમાં બેંગ્લોર અને લખનૌ 4 વખત ટકરાયા

IPL 2024ની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનની ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3 મેચ રમી છે જેમાં તેણે 1 જીતી છે અને 2 મેચ હારી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. જ્યારે, જો આપણે લખનૌ સુપર જાયન્ટ્સે 2 મેચોમાંથી 1 જીતી છે અને 1 મેચ હારી છે. 2 પોઈન્ટ સાથે લખનૌ સારા રન રેટને કારણે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. બેંગલુરૂએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

લખનૌની ઇનિંગ

છેલ્લી ઓવરમાં પુરને સિરાજને બે છગ્ગા ફટકાર્યા અને લખનૌની ઇનિંગ્સ 5 વિકેટે 181 રન પર સમાપ્ત થઈ, પુરને 21 બોલમાં અણનમ 40 રન બનાવ્યા, આરસીબી તરફથી મેક્સવેલે 2 વિકેટ લીધી.

19 ઓવર સમાપ્ત: એવું લાગી રહ્યું હતું કે લખનૌની ટીમ ભાગ્યે જ 170 સુધી પહોંચી શકશે. ત્યારબાદ પુરને ફરીથી સિક્સરની હેટ્રિક ફટકારીને મેચનુ પલડુ ફેરવી દીધુ છ્. 19 ઓવર પછી લખનૌનો સ્કોર 5 વિકેટે 168 રન છે. પુરણ 14 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે.

નિકોલસ પૂરને 106 મીટરમાં સિક્સ મારીને બોલને સ્ટેડિયમની બહાર મોકલી દીધો હતો.

બદોની આઉટ: લખનૌને 148ના સ્કોર પર 5મો ફટકો લાગ્યો હતો. યશ દયાલે આયુષ બદોનીને ડુપ્લેસીસના હાથે કેચ કરાવ્યો. બદોની ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. હાલમાં નિકોલસ પુરન અને કૃણાલ પંડ્યા ક્રિઝ પર છે.

ડિ કોક આઉટ: લખનૌ સુપર જાયન્ટ્સે 17મી ઓવરમાં 143 રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી. ક્વિન્ટન ડી કોક 56 બોલમાં 81 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા. ડી કોક ટોપલેના હાથે કેચ આઉટ થયો હતો. આ જ ઓવરમાં અનુજ રાવતે પુરનનો કેચ પણ છોડ્યો હતો.

16 ઓવર સમાપ્ત: 16 ઓવર પછી લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 3 વિકેટે 141 રન છે. ડી કોક 53 બોલમાં 80 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેણે 6 ફોર અને 5 સિક્સર ફટકારી છે. જ્યારે નિકોલસ પુરન 3 બોલમાં 2 રન પર છે.

15 ઓવર સમાપ્ત: 15 ઓવર પછી લખનૌનો સ્કોર 3 વિકેટે 131 રન છે. ડી કોક 48 બોલમાં 71 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેણે 6 ફોર અને 5 સિક્સર ફટકારી છે. જ્યારે નિકોલસ પુરન 3 બોલમાં 2 રન પર છે.

સ્ટોઇનિસ આઉટ: લખનૌને ત્રીજો ફટકો લાગ્યો હતો. માર્કસ સ્ટોઇનિસ 15 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. તે મેક્સવેલના બોલે મયંક ડાગરના હાથે કેચ આઉટ થયો હતો. સ્ટોઇનિસે પોતાની ઇનિંગમાં એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. 14 ઓવર પછી લખનૌનો સ્કોર ત્રણ વિકેટે 129 રન છે. હાલમાં ડી કોક અને નિકોલસ પૂરન ક્રિઝ પર છે.

13 ઓવર સમાપ્ત: કેમરોન ગ્રીને 13મી ઓવરમાં 19 રન આપ્યા હતા. ડી કોક હવે 41 બોલમાં 69 રન પર પહોંચી ગયો છે. સ્ટોઇનિસ પણ 12 બોલમાં એક ફોર અને એક સિક્સર સાથે 17 રન બનાવી રહ્યો છે. બંને વચ્ચે 25 બોલમાં 48 રનની ભાગીદારી છે.

ડિ કોકની ફિફ્ટી: ક્વિન્ટન ડી કોકે તેની IPL કરિયરની 22મી અડધી સદી 36 બોલમાં ફટકારી હતી. 12 ઓવર પછી લખનૌનો સ્કોર બે વિકેટે 102 રન છે. હાલમાં ડી કોક 38 બોલમાં 58 રન અને માર્કસ સ્ટોઇનિસ 9 બોલમાં 9 રન બનાવીને ક્રિઝ પર છે.

11 ઓવર સમાપ્ત: 11 ઓવર પછી લખનૌનો સ્કોર બે વિકેટે 90 રન છે. ક્વિન્ટન ડી કોક 34 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 47 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે સ્ટોઈનિસ એક ફોર સાથે 8 રન પર છે.

પડિકલ આઉટ: લખનૌની બીજી વિકેટ 9મી ઓવરમાં 73 રનના સ્કોર પર પડી હતી. 4 બોલમાં 11 રન આપ્યા બાદ સિરાજે 5માં બોલ પર દેવદત્ત પડિકલને આઉટ કર્યો હતો. તે 11 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે માર્કસ સ્ટોઇનિસ ક્રિઝ પર છે.

8 ઓવર સમાપ્ત: મેક્સવેલે 8મી ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા. 8 ઓવર પછી લખનૌનો સ્કોર એક વિકેટે 62 રન છે. ડી કોક 25 બોલમાં 36 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે દેવદત્ત પડિકલ 5 રન બનાવીને રમી રહ્યો છે.

7 ઓવર સમાપ્ત: 7મી ઓવરમાં રીસ ટોપલીના બોલ પર મેક્સવેલના હાથે ડી કોકનો કેચ ડ્રોપ થયો હતો. 7 ઓવર પછી લખનૌનો સ્કોર એક વિકેટે 59 રન છે. ડી કોક હવે 22 બોલમાં 35 રન પર છે. તેની સાથે દેવદત્ત પડિક્કલ 6 બોલમાં 3 રન પર રમી રહ્યો છે.

રાહુલ આઉટ: લખનૌ સુપર જાયન્ટ્સે છઠ્ઠી ઓવરમાં 53 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાહુલે પહેલા મેક્સવેલના બોલ પર સિક્સર ફટકારી અને પછીના બોલ પર કેચ આઉટ થયો. તેણે 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. હવે દેવદત્ત પડિકલ બેટિંગ કરવા આવ્યા છે.

5 ઓવર સમાપ્ત: 5 ઓવર પછી લખનૌનો સ્કોર કોઈ વિકેટ વિના 46 રન છે. યશ દયાલની આ ઓવરમાં કેએલ રાહુલે શાનદાર સિક્સર ફટકારી હતી. રાહુલ 12 બોલમાં 14 રન અને ડી કોક 18 બોલમાં 31 રન બનાવીને રમતમાં છે.

4 ઓવર સમાપ્ત: RCB તરફથી ગ્લેન મેક્સવેલે ચોથી ઓવર ફેંકી. આ ઓવરમાં માત્ર 4 રન આવ્યા હતા. 4 ઓવર પછી લખનૌનો સ્કોર કોઈ વિકેટ વિના 36 રન છે. ડી કોક 30 અને રાહુલ 5 રને રમી રહ્યો છે. ડી કોકના બેટમાંથી અત્યાર સુધીમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા આવી ચૂક્યા છે.

3 ઓવર સમાપ્ત: ક્વિન્ટન ડી કોક ખૂબ જ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. તેણે સિરાજની ઓવરમાં 2 સિક્સર ફટકારી હતી. 3 ઓવર પછી લખનૌનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 32 રન છે. ડી કોક 13 બોલમાં 29 રન અને રાહુલ 5 બોલમાં 3 રન બનાવીને રમી રહ્યો છે.

પ્રથમ ઓવર સમાપ્ત: બેંગલુરૂના બોલર ટોપલીએ પ્રથમ ઓવર ફેંકી હતી. ક્વિન્ટન ડિ કોકે 3 ફોર ફટકારી હતી. પ્રથમ ઓવર બાદ લખનૌનો સ્કોર 12/0 હતો.

લખનૌ સુપર જાયન્ટ્સની ઇનિંગ શરૂ થઇ ગઇ છે. ક્વિંટન ડિ કોક અને કેપ્ટન કેએલ રાહુલ ક્રિઝ પર છે. બેંગલુરૂએ રીસ ટોપલીને પ્રથમ ઓવર નાખવા માટે બોલ હાથમાં થમાવ્યો છે.

હેડ ટૂ હેડ રેકોર્ડ

IPL2023માં આ બંને ટીમો બે વાર સામસામે આવી હતી. RCBએ 1 મેચ જીતી હતી અને બીજી મેચ LSGએ જીતી હતી. IPLના ઈતિહાસમાં બેંગ્લોર અને લખનૌ 4 મેચમાં સામસામે આવી ચુક્યા છે. આ 4 મેચોમાંથી બેંગ્લોરે 3 જીતી છે જ્યારે લખનૌ 1 વખત જીત્યું છે. આંકડા દર્શાવે છે કે અત્યાર સુધી RCBનો હાથ ઉપર રહ્યો છે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમોનું પ્રદર્શન

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પ્રદર્શન પર નજર કરીએ તો, ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર અત્યાર સુધીમાં 86 મેચ રમી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન RCBએ 40માં જીત અને 41માં હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત 1 મેચ ટાઈ અને 4 અનિર્ણિત રહી છે. તેમના હોમ ગ્રાઉન્ડ પર, RCBએ પ્રથમ બેટિંગ કરતી વખતે 20 મેચ જીતી છે અને લક્ષ્યનો પીછો કરતી વખતે એટલી જ મેચ જીતી છે. બીજી તરફ LSGએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં માત્ર 1 મેચ રમી છે અને તે પણ જીતી છે. લખનઉએ લક્ષ્યનો પીછો કરીને આ મેચ જીતી લીધી હતી.

બંને ટીમોની પ્લેઇંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (c), કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત (wk), રીસ ટોપલી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ

ઇમ્પેક્ટ પ્લેયર: સુયશ પ્રભુદેસાઈ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, વિજયકુમાર વયસ્ક, સ્વપ્નિલ સિંહ

લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક (wk), કેએલ રાહુલ (c), દેવદત્ત પડિકલ, આયુષ બદોની, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, મયંક યાદવ, નવીન-ઉલ-હક.

ઇમ્પેક્ટ પ્લેયર: મનીમારન સિદ્ધાર્થ, શમર જોસેફ, દીપક હૂડા, અમિત મિશ્રા, કૃષ્ણપ્પા ગૌતમ



Source link

- Advertisment -

Most Popular

Recent Comments