Wednesday, April 24, 2024
HomeBUSINESSકડાકા સાથે બંધ થયુ શેરબજાર, સેન્સેક્સ 73,968 અંક પર બંધ

કડાકા સાથે બંધ થયુ શેરબજાર, સેન્સેક્સ 73,968 અંક પર બંધ


  • NSEના નિફ્ટીમાં 0.012%નો ઘટાડો
  • BSEના સેન્સેક્સમાં 0.092%નો ઘટાડો
  • મંગળવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યુ હતું

મંગળવારનો કારોબાર ભારતીય શેરબજાર માટે અમંગળ સાબિત થયો છે. સવારે લાલ નિશાનમાં ખુલ્યા બાદ લાલ નિશાને જ માર્કેટ બંધ થયુ હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 111 પોઈન્ટના ઘટાડા સાથે 73,903 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 8.70 પોઈન્ટના ઘટાડા સાથે 22,453 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.50 લાખ કરોડનો વધારો થયો 

સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હોવા છતાં શેરબજારની માર્કેટ મૂડીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 395.67 લાખ કરોડ પર બંધ થયું હતું. જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 393.15 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.52 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments