Wednesday, April 24, 2024
HomeGUJARATભાજપના પૂર્વ સાંસદે કહ્યું, રૂપાલાના નિવેદનથી મને દુઃખદ સાથે આશ્ચર્ય થયું

ભાજપના પૂર્વ સાંસદે કહ્યું, રૂપાલાના નિવેદનથી મને દુઃખદ સાથે આશ્ચર્ય થયું


  • ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ રહ્યાં હાજર
  • ક્ષત્રિય સમાજની રૂપાલાના રાજીનામાની માગ
  • સંકલન સમિતિના નિર્ણયને માન્ય રાખવામાં આવશે

પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને આજે ભાવનગર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું. આ દરમિયાન ભાવનગરના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ દુઃખ વ્યકત કર્યું હતું.

મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા

ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ કહ્યું કે, રૂપાલાએ ટીપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે અને રોષ ઉત્પન્ન થયો છે. એટલે આપણે આંદોલનના માર્ગે છીએ. આ સાથે જ ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. તેમજ આ સંમેલન માં ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, ભાવનગર ભાજપ ના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જ ભાજપના પૂર્વ સાંસદ રાજુભાઈ રાણાએ કહ્યું કે, આવતીકાલ સંકલન સમિતિની બેઠકમાં જે પણ નિર્ણય આવે તે તમામ લોકોને મંજુર રહેશે. આ સાથે જ આશા રાખીએ કે આ સંકલન સમિતિમાં સુખદ પરિણામ આવે.

રૂપાલાના મુદ્દે દેશભરમાં વિરોધ થશે

આ તરફ રાજપૂત સમાજની માંગણી છે કે પરશોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવામાં આવે માત્ર માફી માગવાથી નહીં ચાલે. આ સાથે જ ક્ષત્રિય સમાજના વિરોધ અંગે ચીમકી આપતાં કહ્યું કે, જો રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત અને રાજસ્થાન મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં રાજપૂત સમાજ મતદાન થી અલગ રહેશે અથવા વિરોધમાં મતદાન કરશે.

આ અગાઉ ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલે પણ સોમવારે રૂપાલાના નિવેદનને લઈ નારાજગી વ્યકત કરી હતી. પરસોત્તમ રૂપાલા જેવા સિનિયર નેતા દ્વારા જે શબ્દો કહેવામાં આવ્યા છે તેનાથી દુઃખ થયું છે. તેને લઈને ગુસ્સો પણ રહેશે અને વિરોધ પણ થશે. આપણા ઘરે આપણી બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપણે જમવા માટે રોટલી એટલે હતી કે, યુદ્ધ ભૂમિમાં રાજપૂતો અને મહારાજાઓ બલિદાન આપતા હતા. 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments