Wednesday, April 24, 2024
HomeGUJARATરૂપાલા ક્ષત્રિયોના વિરોધ વચ્ચે દિલ્હી પહોંચ્યા, હાઈકમાન્ડ સાથે બેઠકની ચર્ચા

રૂપાલા ક્ષત્રિયોના વિરોધ વચ્ચે દિલ્હી પહોંચ્યા, હાઈકમાન્ડ સાથે બેઠકની ચર્ચા


  • આજે મળનારી કેબિનેટ બેઠકમાં આપશે હાજરી
  • કેબિનેટ બાદ રૂપાલાની થઈ શકે હાઈકમાન્ડ સાથે બેઠક
  • રૂપાલા અને મનસુખ માંડવિયા બેઠકમાં આપશે હાજરી

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે દિલ્હી પહોંચ્યા છે. જેમાં આજે મળનારી કેબિનેટ બેઠકમાં હાજરી આપશે. કેબિનેટ બાદ રૂપાલાની હાઈકમાન્ડ સાથે બેઠક થઈ શકે છે. પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા બેઠકમાં હાજરી આપશે.

ભાજપના નેતા એવા ક્ષત્રિય આગેવાનો સાથે કોર કમિટીની બેઠક મળશે

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલવાની માગણી થઈ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ક્ષત્રિય આગેવાનો જેઓ ભાજપના નેતાઓ છે તેમની વચ્ચે ગઈકાલે થયેલી બેઠક બાદ આજે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળવાની હતી. ત્યારબાદ ભાજપના નેતા એવા ક્ષત્રિય આગેવાનો સાથે કોર કમિટીની બેઠક મળશે, જેમાં રૂપાલા અંગેના નિર્ણયની ચર્ચા કરવામાં આવશે.

રાજપૂત સમાજની બેઠકનું સ્થળ બદલાઈ શકે છે

તેમજ હવે રાજપૂત સમાજની બેઠકને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજપૂત સમાજની બેઠકનું સ્થળ બદલાઈ શકે છે. ગુપ્ત સ્થળે બેઠક કરવા રાજકીય આગેવાનોની સૂચના છે. ગોતાના રાજપૂત ભવન ખાતે 12 વાગે ક્ષત્રિય સમાજની બેઠક મળવાની હતી. જેમાં બપોરે 3 કલાકે ક્ષત્રિય સમાજની બેઠક રાજપૂત સમાજ ખાતે મળશે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments