Wednesday, April 24, 2024
HomeBUSINESSભારતીય શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સનું ફલેટ ક્લોઝિંગ

ભારતીય શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સનું ફલેટ ક્લોઝિંગ


  • NSEના નિફ્ટીમાં 0.083%નો ઘટાડો
  • BSEના સેન્સેક્સમાં 0.037%નો ઘટાડો
  • સેન્સેકસ 35 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

ભારતીય શેરબજાર આજે એટલે કે, ત્રીજી એપ્રિલે બુધવારે ફલેટ ક્લોઝિંગ થયું હતું. સવારે પણ માર્કેટ લાલ નિશાન પર ઓપન થયું હતું. સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટીને 73,876 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 18 પોઈન્ટનો ઘટાડો છે, તે 22,434 પોઈન્ટ પર બંધ થયો છે. આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઉછાળો અને 14માં ઘટાડો જોવા મળ્યો છે.


ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

અગાઉ ગઈકાલે એટલે કે 2 માર્ચે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 110 પોઈન્ટના ઘટાડા સાથે 73,903 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 8 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 22,453 ના સ્તર પર બંધ થયો છે.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

શેરબજાર સપાટ બંધ થયું છે પરંતુ મિડકેપ સ્મોલકેપ શેરોમાં લીલી વૃદ્ધિને કારણે BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 397.52 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે તેના પ્રથમ સત્રમાં રૂ. 395.67 લાખ કરોડ હતી. આજના કારોબારમાં બજારના બજાર મૂલ્યમાં રૂ. 1.85 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments