Saturday, April 13, 2024
HomeIPLઆજે દિલ્હી અને કોલકતા વચ્ચે કાંટાની ટક્કર, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

આજે દિલ્હી અને કોલકતા વચ્ચે કાંટાની ટક્કર, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ


  • દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ
  • વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ. રાજશેખર સ્ટેડિયમાં મેચ
  • શ્રેયસ ઐયર જીતની હેટ્રિક લગાવવાનો પ્રયાસ કરશે

IPL 2024ની 16મી મેચ બુધવારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ. રાજશેખર રેડ્ડીક્રિકેટ સ્ટેડિયમ રમાશે. લીગની 17મી સિઝનમાં KKRનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ટીમે તેની બંને મેચ જીતી છે. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયર જીતની હેટ્રિક લગાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ 3 માંથી માત્ર 1 મેચ જીતી શકી છે. આવી સ્થિતિમાં રિષભ પંત પોતાની બીજી જીત માટે પ્રયાસ કરશે. IPLમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા છે.

જાણો કોનું પલડું ભારે

IPLમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. DC અને KKR વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન કોલકાતાએ 16 મેચ જીતી છે. તેમજ દિલ્હીએ 15 મેચ જીતી છે. આ દરમિયાન એક મેચ અનિર્ણિત રહી હતી. 3 એપ્રિલે યોજાનારી મેચમાં રિષભ પંત જીત સાથે બરાબરી કરવાનો પ્રયાસ કરશે. DC અને KKR વચ્ચેની મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 5 મેચ જીતી છે. તેમજ ટીમે ટાર્ગેટનો પીછો કરતા 10 મેચ જીતી છે. બીજી તરફ પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 7 મેચ જીતી છે. લક્ષ્યનો પીછો કરતી વખતે KKRએ 9 મેચ જીતી છે.

વાયઝેગમાં બંને ટીમોના આંકડા

દિલ્હી કેપિટલ્સ વાયઝેગમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ટીમને 3 જીત અને 3 હારનો સામનો કરવો પડ્યો છે. વાયઝેગમાં DCએ પ્રથમ બેટિંગ કરતી વખતે 2 અને લક્ષ્યનો પીછો કરતી વખતે 1 મેચ જીતી છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેદાન પર માત્ર 1 મેચ રમી છે. આ દરમિયાન KKRને હારનો સામનો કરવો પડ્યો હતો.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલ સોલ્ટ (wk), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

ઈમ્પેક્ટ પ્લેયર: અનુકુલ રોય/સુયશ શર્મા

દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિચેલ માર્શ, રિષભ પંત (c&wk), ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, એનરિક નોર્કિયા, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ.

ઈમ્પેક્ટ પ્લેયર: રસિક સલામ/ઈશાંત શર્મા



Source link

- Advertisment -

Most Popular

Recent Comments