Saturday, April 13, 2024
HomeNATIONALલોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી...

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી,પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે વાયનાડમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોમાં લગભગ હજારો લોકો જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડથી ચાર લાખથી વધુ મતોના જંગી લિડથી જીત્યા હતા.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે વાયનાડમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોમાં લગભગ હજારો લોકો જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડથી ચાર લાખથી વધુ મતોના જંગી લિડથી જીત્યા હતા.

વાયનાડ સીટ પર રાહુલ સામે સીપીઆઈ(CPI)એ મહાસચિવ ડી રાજાના પત્ની એની રાજા ચૂંટણી લડી રહ્યા છે. એની રાજાએ બુધવારે રોડ શો યોજ્યા બાદ પોતાનું નામાંકન પણ ભર્યું હતું. આ સાથે જ ભાજપે રાહુલ વિરુદ્ધ પ્રદેશ અધ્યક્ષ કે.કે. સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા છે.

રાહુલ ગાંધીએ કર્યો રોડ શો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રાહુલે વિસ્તારના લોકોને કહ્યું કે તમારા વિસ્તારનો સાંસદ છું, તે મારા માટે સૌભાગ્યની વાત છે.રાહુલ ગાંધી એક ટ્રકમાં સવાર થઇને નોમિનેશન ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “તમારા સાંસદ સભ્ય હોવું મારા માટે સમ્માનની વાત છે. હું તમારી સાથે એક મતદારની જેમ વ્યવહાર નથી કરતો. હું તમારી સાથે તેવો જ વ્યવહાર કરૂં છું અને તમારા વિશે વિચારૂ છુ જેમ હું પોતાની નાની બહેન પ્રિયંકા વિશે વિચારૂ છું. વાયનાડના ઘરોમાં મારી બહેનો, માતા, પિતા અને ભાઇ છે અને તેમના માટે હું તમારો દિલથી આભાર માનું છું.”

વાયનાડમાં બીજા તબક્કામાં મતદાન

વાયનાડમાં બીજા તબક્કામાં મતદાન યોજાશે. 26 એપ્રિલે મત નાખવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે, રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી વાયનાડથી 7 લાખ 6 હજાર 367 મતથી જીતી હતી.

- Advertisment -

Most Popular

Recent Comments