Saturday, April 13, 2024
HomeIPLઈશાંત શર્માએ ખતરનાક યોર્કરથી આન્દ્રે રસેલની ગિલ્લીઓ ઉડાવી, જુઓ વીડિયો

ઈશાંત શર્માએ ખતરનાક યોર્કરથી આન્દ્રે રસેલની ગિલ્લીઓ ઉડાવી, જુઓ વીડિયો


  • દિલ્હી સામે ઈશાંત શર્માએ ફેંક્યો ખતરનાક યોર્કર
  • આન્દ્રે રસેલે પણ ઈશાંતના બોલના કર્યા વખાણ
  • ઈશાંતે 3 ઓવરમાં 43 રન આપી બે વિકેટ ઝડપી

વિશાખાપટ્ટનમમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ તબાહી મચાવી હતી. પ્રથમ બેટિંગ કરીને KKRએ IPL ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. દિલ્હીના બોલરોની ખૂબ જ ધોલાઈ કરી હતી. પરંતું આ મેચમાં ઈશાંત શર્માએ ખતરનાક યોર્કર દ્રારા ફેન્સના દિલ જીતી લીધા હતા. આ બોલ પર આઉટ થયેલા બેટ્સમેન આન્દ્રે રસેલે પણ બોલરના બોલના વખાણ કર્યા હતા.

ઈશાંત શર્માનો ખતરનાક યોર્કર

વાસ્તવમાં, આન્દ્રે રસેલ બેટથી તબાહી મચાવી રહ્યો હતો. તે વાયઝેગમાં મેદાનની ચોતરફ ફોર અને સિકસ ફટકારી રહ્યો હતો. આ દરમિયાન ઈનિંગની છેલ્લી ઓવર ફેંકવા માટે કેપ્ટન રિષભ પંતે બોલ ઈશાંત શર્માને આપ્યો હતો. ઈશાંતે ઓવરના પહેલા જ બોલ પર બતાવ્યું કે શા માટે તે આ લીગના સૌથી અનુભવી બોલરોમાંથી એક છે. ઇશાંતના હાથમાંથી નીકળેલા પરફેક્ટ યોર્કરની સામે રસેલ આઉટ થયો હતો. ડિફેન્સ કરતી વખતે રસેલ જમીન પર પડી ગયો હતો, પરંતુ તેમ છતાં તે પોતાનો મિડલ સ્ટમ્પ બચાવી શક્યો ન હતો. આઉટ થયા બાદ રસેલે તાળીઓ પાડીને ઈશાંતના બોલના વખાણ કર્યા હતા.

ઈશાંત શર્મા મોંઘો સાબિત થયો

જોકે, KKRના બેટ્સમેનોએ ઈશાંત શર્માને ખૂબ જ ધોલાઈ કરી હતી. 3 ઓવરમાં, ઈશાંતે 2 વિકેટ તો ચોક્કસ લીધી પણ 43 રન પણ આપ્યા હતા. ઈશાંતે દરેક ઓવરમાં લગભગ 14 રન આપ્યા હતા. ઇશાંતની બીજી ઓવરમાં સુનીલ નારાયણે 26 રન બનાવ્યા હતા. ઇશાંત નારાયણ સામે સંપૂર્ણપણે લાચાર દેખાતો હતો. ઇશાંત તેના ક્વોટાની ચાર ઓવર પણ ફેંકી શક્યો ન હતો.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments