Saturday, April 13, 2024
HomeGUJARATકચ્છમાં 32 લાખના હેરાઈન સાથે એક આરોપી ઝડપાયો

કચ્છમાં 32 લાખના હેરાઈન સાથે એક આરોપી ઝડપાયો


  • કચ્છ SOGએ ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પાસેથી 64.20 ગ્રામ હેરોઈન સાથે ઝડપ્યો આરોપીને
  • પંજાબના સિમરનજીત નામના આરોપીની કરાઈ ધરપકડ
  • પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે છે

ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી વારંવાર ડ્રગ્સ,હેરોઈન અને ગાંજો મળી આવતો હોય છે,કચ્છની નજીક પાકિસ્તાન આવેલું છે અને કયારેક બિનવારસી હાલતમાં ગાંજાના પેકેટ પણ દરિયાકિનારેથી મળી આવે છે.આજે કચ્છ SOGને બાતમી હતી કે 64.20 ગ્રામ હેરાઈન સાથે એક આરોપી ભચાઉ ગાંધીધામ હાઈવે પર આવી રહ્યો છે,ત્યારે શંકાના આધારે તેની અટકાયત કરતા તેની પાસેથી હેરાઈન મળી આવ્યું હતું,આરોપી મૂળ પંજાબનો છે.તો બીજી તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

હેરાઈનને લઈ તપાસ શરૂ

SOGએ આરોપીની અટકાયત કરીને બી ડિવિઝન પોલીસને સોપી દીધો છે,હજી પોલીસ તપાસ ચાલી રહી છે,તેમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે કેમકે મૂળ આરોપી કોઈ ગુજરાતનો નહી પણ પંજાબનો છે,પંજાબથી તે હેરોઈન લઈને નિકળ્યો હતો અને આ હેરોઈને કોને આપવાનું હતુ તેની પર હજી પડદો લાગી રહ્યો છે,ત્યારે જોવુ એ રહ્યું કે આ તપાસના તાર કયા સુધી નિકળે છે.

11 માર્ચે ઝડપાયું હતુ મોટુ ડ્રગ્સ

અરબી સમુદ્રમાં કચ્છના જખૌ પાસે ભારત – પાકિસ્તાનની સમુદ્રી સીમા (IMBL) પાસે ભારતની દરીયાઇ સીમામાં રૂ. 480 કરોડના હેરોઇન સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાની શખ્સોને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે પોરબંદરની અદાલતમાં રજૂ કરાયા હતા. જયાં અદાલતે બંને પક્ષની દલીલોને ધ્યાને રાખી 6 પાકિસ્તાની શખ્સોના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

એક મહિના અગાઉ ગીરસોમનાથી ઝડપાયું ડ્રગ્સ

દરિયાઈ માર્ગેથી રાજ્યમાં નશાનો સામાન ઘુસાડવાના વધુ એક રેકેટનો પર્દાફાશ ગીર સોમનાથ જિલ્લામાં થયો છે. વેરાવળ બંદર પરથી બોટમાંથી 50 કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ડ્રગ્સ સાથે 9 લોકોની અટકાયત કરી લીધી હતી.એક સેટેલાઈટ ફોન, એક રીસીવર અને એક બોટ પણ કબ્જે કરવામાં આવી હતી. ગીર સોમનાથ LCB અને SOGની ટીમે કરેલી કાર્યવાહીમાં અંદાજિત 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments