Wednesday, April 24, 2024
HomeTOP NEWSકચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, ભચાઉ નજીક સવારના 9:12 વાગ્યે 2.9ની તીવ્રતાનો...

કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, ભચાઉ નજીક સવારના 9:12 વાગ્યે 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો

કચ્છ:વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. વાગડ વિસ્તારમાં ખાસ કરીને નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે સતત ચાલુ રહેતો હોય છે. આજે સવારના 9:12 કલાકે ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર નોર્થ – નોર્થ વેસ્ટમાં નેર ગામ પાસે નોંધાયો હતો.વાગડ વિસ્તારની ભચાઉ અને નેર ગામ પાસેની ફોલ્ટ લાઈન વધુ સક્રિય

ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના તો ક્યારેક તેનાથી વધુની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.

આજે સવારે ફરી પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો.4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભયકચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

- Advertisment -

Most Popular

Recent Comments