Wednesday, April 24, 2024
HomeBUSINESSરૂ.500 કરોડમાં ઈશા અંબાણીએ વેચ્યું પોતાનું ઘર, આ ફિલ્મસ્ટાર સાથે કરી ડીલ

રૂ.500 કરોડમાં ઈશા અંબાણીએ વેચ્યું પોતાનું ઘર, આ ફિલ્મસ્ટાર સાથે કરી ડીલ


  • હોલિવૂડના સ્ટાર કપલ સાથે કરી ડીલ
  • હાલમાં મુંબઈમાં ગુલિતા બંગલામાં રહે છે ઈશા
  • જેનિફર લોપેઝ અને બેન એફ્લેક સાથે કરી ઘરની ડીલ

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ ઘરને લગભગ રૂ. 500 કરોડમાં વેચ્યું. આ ઘર અમેરિકાના લોસ એન્જેલસના પોશ વિસ્તારની બેવર્લી હિલ્સમાં આવેલું છે. ઈશા અંબાણીનો આ બંગલો હોલિવૂડના જાણીતા કપલ જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે ખરીદ્યું છે.

 

પ્રેગનન્સીના સમયે માતા સાથે આ ઘરમાં રહેતી હતી

ઈશા અંબાણીના આ ઘરમાં 12 બેડરૂમ, 24 બાથરૂમ, ઈન્ડોર પિકલબોલ કોર્ટ, જિમ, સેલૂન, સ્પા, 155 ફીટનો પૂલ અને અન્ય અનેક સુવિધાઓ છે. ઈશા અંબાણી જ્યારે પ્રેગનન્ટ હતી તો તેઓએ વધારે સમય આ ઘરમાં વીતાવ્યો હતો. તેમની સાથે માતા નીતા અંબાણી પણ આ ઘરમાં રહેતી હતી. હવે તેઓએ તેને વેચવાનો નિર્ણય કર્યો છે. જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે આ ઘર ખરીદ્યું હોવાની વાત ચર્ચામાં આવી છે. આ ઘર લગભગ 5.2 એકરમાં ફેલાયેલું છે. તેમાં અનેક લક્ઝરી સુવિધાઓ છે. ઘરની બહાર એન્ટરટેનમેન્ટ પેવેલિયન, કિચન અને લોન પણ છે.

મુંબઈમાં ગુલિતા નામના લક્ઝરી ઘરમાં રહે છે ઈશા

મળી રહેલા રિપોર્ટ અનુસાર બેવર્લી હિલ્સના આ બંગલાનો સોદો કેશમાં થયો છે. અંબાણી ફેમિલિના ઘર હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીએ મુંબઈમાં પણ મલ્ટી સ્ટોરી ઘર બનાવ્યું છે. તે એન્ટીલિયાના નામે જાણીતું છે. ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામિલ સાથે થયા છે. આનંદ પિરામિલના માતા પિતાએ આ ઘર 2018માં લગ્નમાં ગિફ્ટમાં આપ્યું હતું. તેને ગુલિતા નામે ઓળખવામાં આવે છે.  





Source link

- Advertisment -

Most Popular

Recent Comments