Wednesday, April 24, 2024
HomeIPLપંજાબ માટે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતને હરાવવું નહીં હોય આસાન, જાણો રેકોર્ડ

પંજાબ માટે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતને હરાવવું નહીં હોય આસાન, જાણો રેકોર્ડ


  • ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • બંને ટીમો અત્યાર સુધીમાં 3-3 મેચ રમી ચૂકી છે

IPL 2024માં 17મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યાં એક તરફ ગુજરાતે છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું, તો બીજી તરફ પંજાબ કિંગ્સે તેની છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2024માં બંને ટીમો અત્યાર સુધીમાં 3-3 મેચ રમી ચૂકી છે. ગુજરાતે બે મેચ જીતી છે અને ત્રણમાંથી એક મેચ હારી છે. જ્યારે પંજાબ ત્રણમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

IPLમાં ગુજરાત અને પંજાબ 3 મેચમાં સામસામે આવી ચૂક્યા છે. આ 3 મેચમાં ગુજરાતે 2 મેચ જીતી છે જ્યારે પંજાબે 1 વખત જીત મેળવી છે. ગયા વર્ષે IPLમાં જ્યારે ગુજરાત અને પંજાબ આમને સામને આવ્યા ત્યારે ગુજરાતે 6 વિકેટે જીત મેળવી હતી.

પિચ રિપોર્ટ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની પિચમાં લાલ માટી અને કાળી માટીની બનેલી છે. કાળી માટીની પિચ ફાસ્ટ બોલરોને વધુ મદદ કરે છે કારણ કે તેમાં વધુ ઉછાળ હોય છે જ્યારે લાલ માટીની પિચ ઝડપથી સુકાઈ જાય છે અને સ્પિનરો માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત, તેમાં બેટિંગ કરવી પણ સરળ બની જાય છે. અમદાવાદ માટે એવું માનવામાં આવે છે કે અહીં લક્ષ્યનો પીછો કરવો સરળ છે. તેથી જે પણ કેપ્ટન ટોસ જીતે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે?


ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે અને હિન્દી કોમેન્ટ્રી Star Sports હિન્દી HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી પ્રદાન કરશે.

આ રીતે જોઇ શકશો લાઇવ

આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે. આ સિવાય તમે સંદેશ પર મેચ સંબંધિત સમાચાર, લાઈવ અપડેટ્સ અને રેકોર્ડ્સ પણ વાંચી શકો છો.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

ગુજરાત ટાઇટન્સ– શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ, દર્શન નલકાંડે.

પંજાબ કિંગ્સ- શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટન, સેમ કરન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments