Saturday, April 13, 2024
HomeIPLLive: પાવર પ્લે સમાપ્ત, વિલિયમ્સન-ગિલે સંભાળી ગુજરાતની બાજી

Live: પાવર પ્લે સમાપ્ત, વિલિયમ્સન-ગિલે સંભાળી ગુજરાતની બાજી


  • ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • બંને ટીમો અત્યાર સુધીમાં 3-3 મેચ રમી ચૂકી છે

IPL 2024માં 17મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યાં એક તરફ ગુજરાતે છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું, તો બીજી તરફ પંજાબ કિંગ્સે તેની છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2024માં બંને ટીમો અત્યાર સુધીમાં 3-3 મેચ રમી ચૂકી છે. ગુજરાતે બે મેચ જીતી છે અને ત્રણમાંથી એક મેચ હારી છે. જ્યારે પંજાબ ત્રણમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે. પંજાબે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રથમ બેટિંગ કરી મોટું ટાર્ગેટ સેટ કરવા માંગશે.

ગુજરાતની ઇનિંગ શરૂ

સાહા આઉટ: ત્રીજી ઓવરના 5 બોલમાં બે ચોગ્ગા સાથે 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ છઠ્ઠા બોલ પર રબાડાએ સાહાને કેચ આઉટ કરાવ્યો હતો. સાહા 13 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજા છેડે શુભમન ગિલ 5 બોલમાં 13 રન બનાવીને રમતમાં છે.

2 ઓવર સમાપ્ત: 2 ઓવર પછી ગુજરાતનો સ્કોર કોઈ વિકેટ વિના 18 રન છે. શુભમન ગિલ 3 બોલમાં એક સિક્સરની મદદથી 8 રન બનાવી રમી રહ્યો છે. જ્યારે રિદ્ધિમાન સાહા 9 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે.

1 ઓવર સમાપ્ત: પંજાબ તરફથી હરપ્રીત બ્રારે પ્રથમ ઓવર ફેંકી હતી. આ ઓવરના 5 બોલમાં માત્ર એક રન આવ્યો હતો. ત્યારબાદ શુભમન ગિલે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. એક ઓવર પછી ગુજરાતનો સ્કોર કોઈ વિકેટ વિના 7 રન છે.

પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સનો દાવ શરૂ થયો છે. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલ અને વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા ઓપનિંગ કરવા આવ્યા છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

IPLમાં ગુજરાત અને પંજાબ 3 મેચમાં સામસામે આવી ચૂક્યા છે. આ 3 મેચમાં ગુજરાતે 2 મેચ જીતી છે જ્યારે પંજાબે 1 વખત જીત મેળવી છે. ગયા વર્ષે IPLમાં જ્યારે ગુજરાત અને પંજાબ આમને સામને આવ્યા ત્યારે ગુજરાતે 6 વિકેટે જીત મેળવી હતી.

આ રીતે જોઇ શકશો લાઇવ

આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે. આ સિવાય તમે સંદેશ પર મેચ સંબંધિત સમાચાર, લાઈવ અપડેટ્સ અને રેકોર્ડ્સ પણ વાંચી શકો છો.

બંને ટીમોની પ્લેઈંગ-11

ગુજરાત ટાઇટન્સ- રિદ્ધિમાન સાહા(wk), શુભમન ગિલ(c), સાઈ સુદર્શન, કેન વિલિયમસન, વિજય શંકર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, દર્શન નલકાંડે

ઇમ્પેક્ટ પ્લેયર્સ: બીઆર શરથ, મોહિત શર્મા, સંદીપ વોરિયર, અભિનવ મનોહર, માનવ સુથાર

પંજાબ કિંગ્સ- શિખર ધવન (c), જોની બેરસ્ટો, જીતેશ શર્મા (wk), પ્રભસિમરન સિંહ, સેમ કરન, શશાંક સિંઘ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ

ઇમ્પેક્ટ પ્લેયર્સ: તનય ત્યાગરાજન, નાથન એલિસ, આસુતોષ શર્મા, રાહુલ ચાહર, વિદ્વથ કાવેરપ્પા 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments