Wednesday, April 24, 2024
HomeBUSINESSતેજી સાથે બંધ થયુ શેરબજાર,સેન્સેક્સ 74,320 અંક પર બંધ

તેજી સાથે બંધ થયુ શેરબજાર,સેન્સેક્સ 74,320 અંક પર બંધ


  • NSEના નિફ્ટીમાં 0.48%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.58%નો વધારો
  • ગુરુવારે ભારતીય શેરબજાર તેજી સાથે ખૂલ્યુ હતું

 આજે સવારે માર્કેટ લીલા નિશાનમાં ખુલ્યા બાદ લીલા નિશાને જ માર્કેટ બંધ થયુ હતું. ભારતીય શેરબજાર માટે ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ઘણું સારું રહ્યું છે. બેન્કિંગ અને આઈટી શેરોમાં નીચલા સ્તરેથી બજારમાં પરત આવેલી ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. આજના સત્રની શરૂઆતમાં સેન્સેક્સ 74,320પોઈન્ટની હાફ ટાઈમ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો છે. તો નિફ્ટી પણ 22,619ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો. બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 350 પોઈન્ટના ઉછાળા સાથે 74,227 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 80 પોઈન્ટના ઉછાળા સાથે 22,514 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

માર્કેટ વેલ્યુ રેકોર્ડ હાઈ પર

શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 398.60 લાખ કરોડની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 397.52 લાખ કરોડ હતું. આજના સત્રમાં બજારની મૂડીમાં રૂ. 1.08 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

ક્ષેત્રની સ્થિતિ

આજના કારોબાર દરમિયાન બજારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી બેન્કિંગ ઈન્ડેક્સ 436 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય આઈટી ઓટો શેર્સમાં પણ વધારો જોવા મળ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, એફએમસીજી, ફાર્માના શેર ઘટીને બંધ થયા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ઉછાળા સાથે અને 10 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેર ઉછાળા સાથે અને 23 નુકસાન સાથે બંધ થયા હતા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments