Tuesday, May 28, 2024
HomeIPLIPL 2024 વચ્ચે ફેન્સ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી IPLમાંથી બહાર

IPL 2024 વચ્ચે ફેન્સ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી IPLમાંથી બહાર


  • IPL 2024માં દિલ્હી કેપિટલ્સનું ખરાબ પ્રદર્શન
  • મિચેલ માર્શ ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર
  • મિચેલ માર્શ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો

IPL 2024માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન કઈ ખાસ રહ્યું નથી. ત્યારે સિઝનની વચ્ચે ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.

મિચેલ માર્શ IPL 2024માંથી બહાર

દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શ IPL 2024માંથી બહાર થઈ ગયો છે. મિચેલ માર્શ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે સિઝનની વચ્ચે ટીમની બહાર હતો. હેમસ્ટ્રિંગની ઈજાની સારવાર માટે તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. હવે એક અહેવાલ મુજબ, મિચેલ માર્શ આખી સિઝનમાંથી બહાર છે અને આ સિઝન માટે ભારત પરત ફરશે નહીં.

માર્શનું ખરાબ ફોર્મ

IPL 2024માં મિશેલ માર્શનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. ઈજા પહેલા તેનું ફોર્મ કેપિટલ્સ માટે ચિંતાનો વિષય હતો કારણ કે 20, 23, 18 અને 0ના સ્કોર બાદ તેનું સ્થાન જોખમમાં હોવાની ચર્ચા હતી. તે જ સમયે, મિચેલ માર્શ પણ ઓસ્ટ્રેલિયન ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. આવી સ્થિતિમાં T20 વર્લ્ડકપ 2024ને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પણ તેની ઈજા પર નજર રાખી રહ્યું હતું.

મિચેલ માર્શની IPL કારકિર્દી

મિચેલ માર્શ 2010થી IPLમાં રમી રહ્યો છે. તેIPLમાં અત્યાર સુધીમાં 42 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન મિચેલ માર્શે 19.59ની એવરેજથી 666 રન બનાવ્યા છે. જેમાં 3 ફિફ્ટી સામેલ છે. આ સાથે જ બોલર તરીકે માર્શે આ મેચોમાં 37 વિકેટ પણ પોતાના નામે કરી છે. ગત સિઝનમાં તેણે 12 વિકેટ લીધી હતી, જે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ પણ છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments