Tuesday, May 28, 2024
HomeIPLસ્ટોઇનિસની તોફાની બેટિંગ, લખનૌની ચેન્નાઇ સામે 6 વિકેટે ઐતિહાસિક જીત

સ્ટોઇનિસની તોફાની બેટિંગ, લખનૌની ચેન્નાઇ સામે 6 વિકેટે ઐતિહાસિક જીત


લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. લખનૌ માટે માર્કસ સ્ટોઇનિસે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે અણનમ સદી ફટકારી હતી. તેણે 63 બોલનો સામનો કરીને અણનમ 124 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. પુરને 15 બોલમાં 34 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડાએ 6 બોલમાં અણનમ 17 રન બનાવ્યા હતા. આ સાથે લખનૌ સુપર જાયન્ટ્સ પણ પહેલી ટીમ બની જેણે 210+ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે CSK સામે બીજી વખત જીત મેળવી. અગાઉ વર્ષ 2022માં પણ લખનૌ સુપર જાયન્ટ્સે CSK સામે 211 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 210 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે અણનમ 108 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન લખનૌ તરફથી મેટ હેનરી, મોહસીન ખાન અને યશ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments