Tuesday, May 28, 2024
HomeGUJARATGujarat News: ભુવાજીએ ધુણતા ધુણતા આ ઉમેદવારોના જીતની કરી ભવિષ્યવાણી

Gujarat News: ભુવાજીએ ધુણતા ધુણતા આ ઉમેદવારોના જીતની કરી ભવિષ્યવાણી


  • બન્ને ઉમેદવાર સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને ગયા હતા
  • હરિભાઈ પટેલ અને સી.જે ચાવડાના જીતની ભવિષ્યવાણી
  • ભાજપ દેશમાં 400થી વધારે બેઠક જીતવાની આગાહી કરી

ભુવાજીએ ધુણતા ધુણતા ઉમેદવારોના જીતની ભવિષ્યવાણી કરી છે. જેમાં સધીધામ દેવીપુરાના ભુવાજીએ આગાહી કરી છે. મહેસાણામાં દીપા માતાજીના ભુવાજીએ ભાજપના ઉમેદવારોના જીતની ભવિષ્યવાણી કરી છે. જેમાં હરિભાઈ પટેલ અને સી.જે ચાવડાના જીતની ભવિષ્યવાણી થતા કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.

બન્ને ઉમેદવાર સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને ગયા હતા

બન્ને ઉમેદવાર સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને ગયા હતા. જેમાં ભાજપ દેશમાં 400થી વધારે બેઠક જીતવાની આગાહી કરી છે. મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર સી.જે.ચાવડાની જીતની ભવિષ્યવાણી કરી છે. અગાઉ મહેસાણા ભાજપના ઉમેદવાર ભુવાજીના શરણે પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસ બાદ ભાજપના હરિ પટેલ પણ ભુવાજીના શરણે ગયા હતા. તેમાં ચામુંડા માતાજીની રમેલમાં હરિ પટેલ પહોંચ્યા હતા. નેતાજીએ ભુવાજી ઉપર ફૂલનો વરસાદ કરી આર્શીવાદ લીધા હતા.

રમેલમાં ભુવાજી ઉપર ફૂલનો વરસાદ કરી હરિભાઈ પટેલે આર્શીવાદ લીધા

કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર બાદ હવે ભાજપના હરિભાઈ પટેલ પણ ભુવાજીના શરણે થયા હતા. ઉમેદવાર શું હજુ પણ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે તેવી લોક ચર્ચાઓ થઇ રહી છે. મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર પણ ભુવાજી પાસે પહોંચતા લોક ચર્ચા શરૂ થઇ છે. મહેસાણા શ્રીપાલ સોસાયટીમાં યોજાયેલી ચામુંડા માતાજીની રમેલમાં હરિભાઈ પટેલ પહોંચ્યા હતા. રમેલમાં ભુવાજી ઉપર ફૂલનો વરસાદ કરી હરિભાઈ પટેલે આર્શીવાદ લીધા હતા. શું આ 2024 ની ચૂંટણી ભુવાજી પાર લગાવશે? આ પહેલા કોંગ્રેસના ઉમેદવાર પણ ભુવાજીઓના શરણે પહોંચ્યા હતા.

અગાઉ ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે ગયા હતા

અગાઉ ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે ગયા હતા. જેમાં ભુવાજીને નાળિયેર ઘર તરફ ફેંકવા આહ્વાન કર્યું હતુ. તેમના વતી નાળિયેર ઘર તરફ ફેંકવા ગેનીબેનની ટકોર હતી. તેમજ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો. ધૂણતા-ધૂણતા નાળિયેરને ઘર તરફ ફેંકજો. દિયોદરના શાલપુરા ખાતે માતાજીની રમેલમાં નિવેદન આપ્યુ હતુ. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે આવ્યા હતા.Source link

- Advertisment -

Most Popular

Recent Comments