Tuesday, May 28, 2024
HomeGUJARATMorbi News: કોંગ્રેસ-ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કચ્છ બેઠકનું ભાજપનું કાર્યાલય શરૂ

Morbi News: કોંગ્રેસ-ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કચ્છ બેઠકનું ભાજપનું કાર્યાલય શરૂ


  • ભાજપના કચ્છ બેઠકના ઉમેદવાર છે વિનોદ ચાવડા
  • ચાવડાની મોરબી માળીયા વિધાનસભા કાર્યાલયનું ઉદ્ધાટન
  • લોકોનો મૂડ ભાજપ તરફી હોવાનો વિશ્વાસ: વિનોદ ચાવડા

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને  લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે, ભાજપ દ્વારા પુરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે પરસોત્તમ રૂપાલા વિવાદને લઈને જ્યાં એક તરફ ક્ષત્રિયો દ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં આજે ભાજપના કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના મોરબી માળીયા વિધાનસભા કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. કોંગ્રેસ અને ક્ષત્રિય યુવાનોના વિરોધના પ્રયાસો વચ્ચે આ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું.

વિનોદ ચાવડાને મોરબી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા આ બેઠક માંથી સવા લાખથી વધુ લીડ અપાવવા ખાતરી આપી હતી. તો વિનોદ ચાવડાએ લોકોનો મૂડ ભાજપ તરફી હોવાનું અને પ્રચંડ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વિનોદ ચાવડા દ્વારા ભાજપના તમામ કાર્યકરોને વધુમાં વધુ મતદાન થાય એ માટે કામે લાગી જવા અપીલ પણ કરી હતી.Source link

- Advertisment -

Most Popular

Recent Comments