Tuesday, May 28, 2024
HomeGUJARATAhmedabad AMTS BUS : આગામી મહિને AC બસો રોડ પર જોવા મળશે

Ahmedabad AMTS BUS : આગામી મહિને AC બસો રોડ પર જોવા મળશે


  • 4 જૂને ચૂંટણી પરિણામ બાદ AC બસની થશે શરૂઆત
  • કુલ 100 AC બસ દોડાવવા થયો હતો નિર્ણય
  • જે પૈકીની 20 બસો જૂન માસમાં થશે શરૂ

​​​​​​​શહેરમાં દોડતી AMTS બસોને હવે એસી બસો કરવા અંગેનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાથમિક ધોરણે 100 જેટલી એસી બસની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જે અંતર્ગત આગામી જૂન મહિનાથી શહેરમાં 20 જેટલી એસી AMTS બસ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ધીરે ધીરે જેમ જેમ બસો તૈયાર થશે તેમ નવી બસોનો ઉમેરો કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા આગામી મહિને પૂરી થતાની સાથે જ આ બસોને લીલી ઝંડી આપવામાં આવશે. જેથી શહેરીજનોને AMTSની એસી બસોમાં મુસાફરી કરી શકશે.

એઅમટીએસ બસથી સર્જાતા અકસ્માતને રોકવા લેવાયો નિર્ણય

અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે સર્જાયેલા અકસ્માત બાદ તંત્રએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં એઅમટીએસની મહત્તમ સ્પીડ 50થી 60 કિ.મી પ્રતિ કલાકના બદલે ઘટાડીને 40થી 45 કિ.મી પ્રતિ કલાકની કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય કે, જોધપુર ચાર રસ્તા પાસે આવેલા સ્ટાર બઝાર નજીક એએમટીએસ બસના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા અને કાર સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લેતા નાસભાગ મચી હતી. અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.

હાલમાં વધુમાં વધુ સ્પીડ 50 કિમી પ્રતિ કલાકની હતી

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે મળેલી કમિટીમાં હવેથી ખાનગી ઓપરેટરોની તમામ બસો અને નવી જે બસો આવશે તે તમામ બસોની હાલમાં વધુમાં વધુ સ્પીડ જે 50 કિમી પ્રતિ કલાકની હતી તેને ઘટાડીને 40 કિમી પ્રતિ કલાકની કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે બસમાં સ્પીડ ગવર્નર પણ લગાવવામાં આવશે. બસોના ડ્રાઈવરો દ્વારા જે રીતે અકસ્માત કરવામાં આવી રહ્યા છે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments