NATIONAL

‘219 મંદિરો કરાયા અપવિત્ર, મૂર્તિઓ કરી ખંડિત’, આકરાપાણીએ પવન કલ્યાણ

આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે તેમની પ્રાયશ્ચિત દિક્ષા અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 5-10 વર્ષથી કોઈને કોઈ પ્રકારે અપવિત્રતા થઇ રહી છે. લગભગ 219 મંદિરોને અપવિત્ર કરવામાં આવ્યા. . રામતીર્થમમાં ભગવાન રામની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. આથી આ માત્ર એક પ્રસાદનો મામલો નથી. આ પ્રાયશ્ચિત દીક્ષા સનાતન ધર્મ પરિરક્ષક ટ્રસ્ટને આગળ વધારવાની પ્રતિબદ્ધતા છે. આ બહુ જરૂરી છે. આ પ્રકારની ઘટનાઓ રોકાવી જોઇએ. આ અંગે અલગ અલગ સ્તર પર અલગ અલગ રીતે સંબોધિત કરવામાં આવું જોઇએ. એક વખત હું આ દિક્ષા પુરી કરી લઇશ એટલે આવતી કાલે અમે એક જાહેરાત કરીશું.

તિરુપતિ મંદિરના લાડુ બાદ વિવાદ શરૂ 

તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો બાદ ભગવાનને પ્રસન્ન કરવા માટે તેમની 11 દિવસ પ્રાયશ્ચિત હેઠળ આંધ્ર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યુ કે અહીં કનક દુર્ગા મંદિરમાં શુદ્ધિકરણ અનુષ્ઠાનમાં ભાગ લીધો. આ દરમિયાન પાર્ટીના નેતાઓ પણ તેમની સાથે હતા. તેણે મંદિરની સીડીઓને બ્રશ વડે સાફ કરીને ધોઈ.

તેમણે કલ્યાણે મંદિરમાં પત્રકારોને કહ્યું હું સનાતન ધર્મ (હિંદુત્વ)નું સખતપણે પાલન કરું છું. અમે રામના ભક્ત છીએ અને અમારા ઘરોમાં રામના નામનો જપ કરીએ છીએ.” તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી જેવા તમામ ધર્મોને સમાન રીતે સન્માન આપવામાં આવે છે. જનસેનાના નેતાએ જો કે કહ્યું કે ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ એક-માર્ગી ન હોઈ શકે પરંતુ તે દ્વિમાર્ગી માર્ગ છે જેમાં તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ.


પવન કલ્યાણે પ્રકાશ રાજને પૂછ્યો સવાલ 

પવન કલ્યાણે લાડુ વિવાદ અંગેના અભિનેતા પ્રકાશ રાજની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો અને પૂછ્યું કે અભિનેતાને આ બાબત સાથે શું લેવાદેવા છે. પવન કલ્યાણે કહ્યું કે પ્રકાશ રાજે મારી વિરુદ્ધ ટિપ્પણી કરી છે. હું હિંદુઓ સાથે થતા દુર્વ્યવહાર વિશે વાત કરી રહ્યો હતો. આમાં પ્રકાશ રાજની ભૂમિકા શું છે? શું મેં કોઈ ધર્મનું અપમાન કર્યું?, શું મેં ઈસ્લામનું અપમાન કર્યું?, શું મેં ખ્રિસ્તી ધર્મનું અપમાન કર્યું? જો કોઈ ભૂલ થઇ હોય, અશુદ્ધિકરણ થતુ હોય તો શું મારે તેના વિશે વાત ન કરવી જોઈએ?




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button